ડીસા કચ્છ વાગડ લોહાણા સમાજની વાડી ખાતે જલારામ યુવા સંગઠન દ્વારા બેઠકનું આયોજન કરાયું..

સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભગવાન શ્રી રામનાં જન્મજયંતી રામનવમી પર્વની ધામધુમથી કરાશે ઉજવણી..

આનંદ ઠક્કર ડીસા

ડીસા શહેરમાં સેવાકીય કામગીરી કરતાં રઘુવંશી લોહાણા સમાજની પાંખ એટલે જલારામ યુવા સંગઠન દ્વારા રઘુવંશી લોહાણા સમાજ માટે અનેક સેવાકીય કામગીરી સાથે ધાર્મિક તહેવારોની પણ ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ ડીસા કચ્છ વાગડ લોહાણા સમાજની વાડી ખાતે જલારામ યુવા સંગઠન દ્વારા રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો સાથે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના તમામ ગોળના આગેવાનો હોદેદારો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં જલારામ યુવા સંગઠન દ્વારા રઘુવંશી લોહાણા સમાજ માટે એક વર્ષમાં કરવામાં આવેલ સેવાકીય કામગીરી સાથે રામનવમી પર્વની ધામધુમથી ઉજવણી વિશે સમાજના આગેવાનોને વિશેષ માહિતી સાથે જાણકારી આપવામાં આવી હતી અને એક વર્ષના હિસાબ કિતાબ રજુ કરવામાં આવ્યા હતાં સાથે સાથે આ વર્ષે રામનવમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામનાં જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરવાનું નક્કી કરાતાં ઉપસ્થિત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો હોદેદારો દ્વારા ઉદાર હાથે ફાળો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જ્યારે જલારામ યુવા સંગઠન દ્વારા રઘુવંશી લોહાણા સમાજના વિધાથીર્ઓ માટે સુંદર શિક્ષણ કાર્ય કરવા બદલ અને સુંદર મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ ઉપસ્થિત સહુ આગેવાનો દ્વારા અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજ માટે હંમેશા સેવાકીય કામગીરી કરતાં રહો તેવી શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા હતાં જ્યારે બેઠકમાં ઉપસ્થિત સહુ આગેવાનો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરાયાં હતાં જેમાં સૌથી મહત્વના મંતવ્ય પર વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં રઘુવંશી લોહાણા સમાજના તમામ વાડીઓમાં સમાજના કોઈપણ વ્યક્તિના ધરે અશુભ પ્રસંગ આવે તો વિનામૂલ્યે વાડી આપવા માટે સમાજના આગેવાન જૈયતીભાઈ ઓઢાવાળા દ્વારા પ્રસ્તાવ મૂક્યો હતો જે પ્રસ્તાવને સહુએ વધાવી લીધો અને સમાજના તમામ આગેવાનો અને વડીલો દ્વારા યોગ્ય નિર્ણય લેવા માટે વિનંતી કરવામાં આવી હતી‌ જ્યારે જલારામ યુવા સંગઠનના પ્રમુખ નિલેશભાઈ ઠકકર સહિત સંગથનના હોદેદારો અને આગેવાનો દ્વારા જલારામ યુવા સંગઠનની સેવાકીય કામગીરીમાં સાથ અને સહકાર આપવા માટે રઘુવંશી લોહાણા સમાજના તમામ ગોળના આગેવાનો હોદેદારો તેમજ યુવાનોને આહવાન સાથે વિનંતી કરવામાં આવી હતી અને આ વર્ષે પણ ચૈત્ર સુદ ૯ ના દિવસે ભગવાન શ્રી રામનાં જન્મજયંતી ની ધામધૂમથી ઉજવણી કરીએ તેવી જલારામ બાપાના આશીર્વાદ મેળવી અત્યારથી કામે લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને ડીસા શહેરમાં રઘુવંશી લોહાણા સમાજના તમામ પરીવારજનો એક્સાથે ભગવાન શ્રી રામનાં જન્મજયંતી મહોત્સવમાં ઉપસ્થિત રહે તેવું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *