જામનગરના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનમા ભારત સરકાર વતી ભાગ લેવા બહેરીન પહોંચ્યા

જામનગર ( ભરત ભોગાયતા)

જામનગરના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનમા ભારત સરકાર વતી ભાગ લેવા બહેરીન પહોંચ્યા છે જ્યા વિશ્વભરના પસંદ થયેલા સાંસદો 146મી IPU એસેમ્બલી માટે બહેરીનમાં એકત્રીત થયા છે નોંધપાત્ર બાબત એ છે કે આ વખતે અસહિષ્ણુતા સામે લડવુ અેટલેકે સહિષ્ણુતાની સ્થાપના કરવી તે થીમ છે જે ભારતનુ ગૌરવ છે

IPU એ રાષ્ટ્રીય સાંસદોનું વૈશ્વિક સંગઠન છે. તેની સ્થાપના 133 વર્ષ પહેલાં વિશ્વની પ્રથમ બહુપક્ષીય રાજકીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી, જે તમામ રાષ્ટ્રો વચ્ચે સહકાર અને સંવાદને પ્રોત્સાહન પુરૂ પાડે છે અને શાંતિપુર્વક રીતે સામાજીક રીતે સમાનતા સાથે અને અસ્તિત્વના સંવર્ધન માટે સૌ સમાજ ને સમાન તક પુરી પાડવા આ વખતેની થીમ “અસહિષ્ણુતા સામે લડવુ” તે છે

ઉલ્લેખનીય છે કે ભારતીય પરંપરા અને સંસ્કૃતિની અનેકવિધ ભવ્યતા છે તે ભવ્યતામા અનેક આદર્શોની જેમ સહિષ્ણુતા એ મુખ્ય છે અને ભારતને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનુ જે નેતૃત્વ સાંપડ્યુ છે તે નેતૃત્વ હેઠળ આ સાંસ્કૃતિકતા નુ આઝાદીના અમૃતવર્ષમા રાષ્ટ્રભરમા નાગરીકો દ્વારા સ્વીકૃત થય રહેલા જનઆંદોલનની વિશ્ર્વ કક્ષાએ નોંધ લેવાઇ છે તેમજ નોંધપાત્ર બાબત એ પણ છે હાલ જ્યારે G 20 નુ ભારત યજમાન છે ત્યારે ભારતની પાયાની શાશ્ર્વત સુત્રાત્મક “વસુંધૈવ કુટુંબકમ” ની થીમ વૈશ્ર્વીક ફલક ઉપર સ્વીકૃત થઇ રહી છે

ત્યારે સમગ્ર વિશ્ર્વમાં આ અભિયાન એક જનઆંદોલન બનશે અને સાંસદોના ભવન એવા સંસદભવન અને તેમાં કામ કરનારાઓ માટે સંસ્થાઓ ને પ્રેરીત કરવાનુ અને સદગુણથી સમૃદ્ધ કરવા પ્રોત્સાહીત કરશે

આ મહત્વપુર્ણ શેડ્યુઅલ અંતર્ગત IPUની તમામ સંસદીય સંસ્થાઓની બેઠક મળી રહી છે, જેમાં તેની ચાર વિષયોની સ્થાયી સમિતિઓ, મહિલા સંસદોનો મંચ, યુવા સંસદસભ્યોનો મંચ અને સંસદસભ્યોના માનવ અધિકારોની સમિતિનો સમાવેશ થાય છે. જેમાં ભારતનુ પ્રતિનિધીત્વ ૧૨- જામનગર લોકસભાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ કરી રહ્યા છે તે સમગ્ર પણે ગૌરવપુર્ણ બાબત છે

વિશેષમા નોંધપાત્ર બાબત એ પણ છે કે લોકસભા સ્પીકર શ્રી ઓમ બીરલાજી સાથે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ આર્મેનિયા અને ઇજિપ્તના સ્પીકરને મળ્યા હતા અને ભારત અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ભારતીય દ્વારા આપવામાં આવેલા યોગદાન અંગે ચર્ચા કરી હતી

વધુ માં વિશ્ર્વભરમા લોકપ્રિય આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા સાથે, ભારત સરકાર વતી બહેરીનમા ઇન્ટરપાર્લામેન્ટરી યુનિયન સેશનમા ભાગ લેવા પહોંચેલા જામનગર અને દેવભૂમિ દ્વારકા ના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ ભાગ લેવા ગયા છે તે વખતે બહેરીનમાં વસતા અને આપણા રાષ્ટ્ર અને રાજ્યનુ નામ રોશન કરતા ગુજરાતી પરીવારના ભાઇઓ-બહેનો ની મુલાકાત દરમ્યાન તેઓએ વિદેશમા જે રીતે રાષ્ટ્રનુ ખમીર ઝળકાવ્યુ છે તે જાણકારી ની આપલે કરી સાંસદ શ્રી પૂનમબેન એ સૌને પ્રગતીની શુભકામનાઓ પાઠવી હતી

કહે છે ને કે……

“જ્યા જ્યા વસે ગુજરાતી
ત્યા સદાકાળ ગુજરાત”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *