અંકલેશ્વર માં એસએસસી અને એચએસસી નો બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ


=એસએસસી ના 10 હજાર 600 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માં બેઠા
=નગર પાલિકા ના પદાધિકારીઓ અને ભાજપ ના હોદ્દેદારો એ વિદ્યાર્થીઓ ને કુમકુમ તિલક કરી આવકાર્યા
=મામલતદાર કરણસિંહ રાજપૂતે પરીક્ષા કેન્દ્રો ની મુલાકાત લીધી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર માં ધોરણ 10 અને 12 નો બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ થયો છે ,અંકલેશ્વર માં કુલ 12 કેન્દ્રો ઉપર ધોરણ 10 ના 10 હજાર 628 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માં બેઠા હતા અંકલેશ્વર શહેર ભાજપ ના હોદ્દેદારો અને નગર પાલિકા ના પ્રમુખ સહીત ના સભ્યો અને મામલતદારે એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ ને કુમકુમ તિલક કરી આવકારી ને શુભેચ્છા પાઠવી હતી.

રાજ્ય માં આજથી એસએસસી અને એચએસસી નો બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર ના 36 ના બિલ્ડીંગ ,409 બ્લોક અને 12 કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા નો પ્રારંભ થયો છે ,નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શહેર ભાજપ ના પ્રમુખ નરેન્દ્ર પટેલ નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા સહીત ના હોદ્દેદારો એ વિદ્યાર્થીઓ ને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓ ને આવકારી ને એસએસસી અને એચએસસી બાદ ના અભ્યાસ અંગે ની માહતી સૂચવતા કાર્ડ નું વિતરણ કરી શુભેચ્છા પાઠવી હતી ,દરમ્યાન અંકલેશ્વર ના મામલતદાર કરણસિંહ રાજપૂતે પણ પરીક્ષા કેન્દ્રો ની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *