
જનતાએ વિશ્વાસ મુકીને ધારાસભ્યનું દાયિત્વ આપેલ છે તે જનતાના પ્રશ્નો સાંભળી, તેની સાથે સવાંદ પ્રસ્થાપિત કરી લોકદરબાર થકી તેના પ્રશ્નોના ત્વરીત નિરાકરણ માટે સતત કાર્યરત ડીશ : ઉદય કાનગડ
વિધાનસભા–૬૮, રાજકોટ (પૂર્વ) ના ધારાસભ્ય ઉદય કાનગડના પેડક રોડ સ્થિત જનસેવા કાર્યાલય ખાતે ધારાસભ્ય ઉદય કાનગડએ વિવિધ વિસ્તારમાંથી આવેલ લોકપ્રશ્નો અંતર્ગત અરજદારોની રજુઆતો સાંભળી હતી અને વિવિધ લોકપ્રશ્નો અંગે જે—તે અધિકારીઓ સાથે સંકલન કરી લોકપ્રશ્નોનો નિકાલ કર્યો હતો. આ તકે ઉદય કાનગડએ જણાવેલ કે જનસેવા કાર્યાલય થકી અરજદારો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત થઈ શકે અને તેમના વિવિધ લોકપ્રશ્નોનું જે તે અધિકારીઓ સાથે યોગ્ય સંક્લન કરી વિવિધ લોકપ્રશ્નો અંતર્ગત સમસ્યાઓનો તુરત નિકાલ થઈ શકે તે માટે નિયમિત સમયે આવા આયોજનો જરૂરી છે.
ત્યારે વધુમાં ઉદય કાનગડએ જણાવેલ કે ધારાસભ્ય એ પ્રજાના પ્રતિનિધિ છે ત્યારે ધારાસભ્યોને પોતપોતાના મત વિસ્તારના વિકાસની સમસ્યાઓ, વિકાસની તકો, પ્રજાના પ્રશ્નો રજુ કરવાની પૂરી તક મળતી હોય છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર ઘ્વારા જાહેર થતી લોકકલ્યાણની અનેક યોજનાઓ ખરેખર લોકો સુધી પહોંચે એ માટે સતત કાર્યરત રહેવું જરૂરી છે. ત્યારે જે જનતાએ આપણામાં વિશ્વાસ મુક્યો છે અને ધારાસભ્યનું દાયિત્વ આપેલ છે તે જનતાના પ્રશ્નો સાંભળી, તેની સાથે સવાંદ પ્રસ્થાપિત કરી લોકદરબાર થકી તેના પ્રશ્નોના ત્વરીત નિરાકરણ માટે સતત કાર્યરત રહીશ.
આ તકે વિધાનસભા-૬૮ના પેડક રોડ સ્થિત જનસેવા કાર્યાલય ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્ભભાઈ દુધાત્રા, અશ્વીન મોલીયા, કોર્પોરેટર રસીલાબેન સાકરીયા, તેમજ મનસુખભાઈ પીપળીયા સહિતના ઉપસ્થિત રહયા હતા.