
ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચામંત્રી શ્રી આશિષભાઈ દેસાઈ ના પ્રમુખ સ્થાને રાખવામાં આવેલ
કારોબારીમાં નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખ દેવાંશુભાઈ દેસાઈ પ્રદેશ કારોબારી સભ્ય કિશોરભાઈ પટેલ જિલ્લા ભાજપ કિસાન મોરચા ઉપપ્રમુખ ભુપેન્દ્ર પટેલ તાલુકા કિસાન મોરચા પ્રમુખ વિનુભાઈ પટેલ જિલ્લા ભાજપ કિસાન મોરચા મંત્રી દલુભાઈ પાડવી જિલ્લા પંચાયત સભ્ય બાપજીભાઈ. જિલ્લા કિસાન મોરચાસંયોજક ડોક્ટર લોચન શાસ્ત્રી વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઇ ગાવીત. જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઇ પટેલ લાલજીભાઈ ખાટા આંબા. વાંસદા તાલુકા ભાજપ ના મહામંત્રી રાકેશ શર્મા અને સંજય બિરારી. હેમંતભાઈ અને કાર્યાલય મંત્રી ઉમેશભાઈ.પ્રભારી શ્રી રાકેશભાઈ દેસાઈ તથા તાલુકા માંથી આવેલ અગ્રણી ખેડૂત કિસાન ભાઈઓ ની હાજરીમાં જિલ્લાના અગ્રણી ભાજપના અને કિસાન મોરચાના સંનિષ્ઠ કાર્યકર એવા શાંતુભાઈ ભક્તા ના મનપુર નિવાસસ્થાને રાખવામાં આવેલ
આજની કારોબારીમાં દીપ પ્રાગટ્ય આવેલ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ આવેલ મહેમાનોનું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવે લ
આજની મિટિંગમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે બજેટમાં આઝાદી પછી પ્રથમ વાર જ વાર ભાજપે વર્ષ 23 24 ના બજેટમાં 45 લાખ કરોડ રૂપિયાનીફાળવણી કરવામાં આવી છે જે પાછલી સરકારોના ઇતિહાસમાં સૌથી વધુ છે જે કિસાન ભાઈઓ માટે આનંદનીવાત કહેવાય ખેડૂતલક્ષી સવિસ્તાર માહિતી આશિષભાઈ દેસાઈ તથા દેવાંશુભાઈ દેસાઈ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો ની ધારદાર રજૂઆત કરવામાં આવેલ જેમાં દક્ષિણ ગુજરાતના કિસાનો માટે અને ખાસ કરીને વાંસદા તાલુકાના કિસાન માટે કાંટાની તારની મર્યાદા જે પાંચ હેક્ટર સુધી હતી તેમાં ઘટાડો કરી બે એકરની મર્યાદામાં સહાય આપવાની રજૂઆત કેન્દ્ર કક્ષાએ અને રાજ્યકક્ષાએ ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઈ પટેલ અને પ્રદેશના અગ્રણી હોદ્દેદારો તેમજ નવસારી જિલ્લાના હોદ્દેદારો દ્વારા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ છે અને અસરકારક રજૂઆતને ધ્યાને લઈ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે યોગ્ય હૈયા ધારપત આપી હતી. તેમજ વધુમાં જણાવેલ કે જેમના વારસાઈ પેઢીનામાં બાકી હોય તેમણે તુરંત સાતબાર અને 8 A.મા વહેલી તકે દાખલ કરાવી સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાનો માનવી અને ધરતીપુત્રો. ખેડૂતો લે તેઓ અનુરોધ કરવામાં આવેલ અને Fpo હેઠળ ડ્રોનની ખરીદી જો 10 થી વધુ ખેડૂત મંડળી બનાવે તો તેમને 80% સબસીડી કેન્દ્ર સરકાર દ્વારા મળશે અને ૨૦ ટકા મંડળી એ ભરવાના રહેશે આ ડ્રોનથી ખેડૂતોને તદ્દન નજીવા દરેથી ખેતરોમાં દવા છંટકાવ નો લાભ જે તે મંડળી દ્વારા મળશે. બાકી ડ્રોન ખરીદી અને નિભાવ અને વપરાશ માટે એક વ્યક્તિને કેન્દ્ર સરકાર દ્વારા હૈદરાબાદ ટ્રેનિંગમાં સરકારી ખર્ચે મોકલવામાં આવશે સાથે 10 થી 15 લાખ રૂપિયા જેવી માતબર રકમ કેન્દ્ર સરકાર Fpo મંડળીને આપશે. 2022 ના ચૂંટણીમાં ગુજરાત વિધાનસભામાં આદિવાસી વિસ્તારોમાંથી 78.જેટલી સીટ ભાજપને આદિવાસી પ્રજાએ આપી છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારનો વિકાસ થકી આટલા મતો મળવા પામેલ હતા ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી શ્રી આશિષભાઈ દેસાઈ એ અંતમાં વધુ જણાવેલ કે ખેડૂતોના કોઈપણ પ્રશ્ન હોય તો તેમણે ની સંકોચ મને અથવા નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ દેવાંશુભાઈ દેસાઈ ને ફોન દ્વારા અથવા રૂબરૂ આવી કરી શકો છો જેથી એવા પ્રશ્નો અમે કેન્દ્ર અને રાજ્યકક્ષાએ થી નિકાલ કરવાની કોશિશ કરી શકાય
આભાર વિધિ વાંસદા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ વિનુભાઈ પટેલે કરી હતી