ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સેવા-સુવિધાની ગુણવત્તા સંબંધિત કુલ ૯૭.૪૭ ટકા માર્ક્સ સાથે આ આરોગ્ય કેન્દ્રને એન.ક્યુ.એ.એસ. એટલે કે નેશનલ ક્વોલીટી એસ્યોરન્સનું પ્રમાણપત્ર પણ એનાયત

કલ્યાણ વિભાગ દ્વારા ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સેવા-સુવિધાની ગુણવત્તા સંબંધિત કુલ ૯૭.૪૭ ટકા માર્ક્સ સાથે આ આરોગ્ય કેન્દ્રને એન.ક્યુ.એ.એસ. એટલે કે નેશનલ ક્વોલીટી એસ્યોરન્સનું પ્રમાણપત્ર પણ એનાયત કર્યું છે ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું આ પ્રમાણપત્ર મળ્યું છે જેથી સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવાઓ અને સુવિધાઓમાં પણ ઉત્તરોત્તર વધારો થશે. જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે મળેલ આ સન્માન બદલ જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતા દવે તથા સમગ્ર જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી જીજ્ઞેશ પંચાસરા અને ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આખી ટીમ તથા સમગ્ર જિલ્લા આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *