
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે શ્રી રામચરિત માનસ કથા નો પ્રારંભ થયો છે કથા ના પ્રારંભ અગાઉ પોથી યાત્રા કાઢવામાં આવી હતી વાજતે ગાજતે ભજન કીર્તન સાથે નીકળેલી પોથી યાત્રા રામકુંડ ખાતે આવી પહોંચી હતી અને વક્તા બાલ સંત પ્રિયાંશુજી મહારાજે કથા નો પ્રારંભ કર્યો હતો. ,



હિન્દૂ ધર્મ દ્રષ્ટિ માં શ્રદ્ધા ભક્તિ ,સાકાર,નિરાકાર, લૌકિક ,અલૌકિક જ્ઞાન સંગમ થી સનાતન સંસ્કૃતિ જળવાઈ રહી છે ત્યારે તેના જતન અને સંવર્ધન માટે ધર્મ ભાવના થી પ્રેરાઈ ને શ્રીસીતારામજી તથા હસમુખ હનુમાનજી અસીમ કૃપા થી પરમ પૂજ્ય ત્યાગીજી મહારાજ ,પરમ પૂજ્ય રામાનંદ દાસજી ના આશીર્વાદ થી અંકલેશ્વર ના પૌરાણિક તીર્થધામ રામકુંડ ના પટાંગણ ખાતે શ્રી રામચરિત માનસ કથા નો ચૈત્રી નવરાત્રી ના પ્રથમ દિવસ થી પ્રારંભ થયો છે કથા ના પ્રારંભ પૂર્વે પોથી યાત્રા નીકળી હતી જેમાં રામકુંડ ના મહંત ગંગાદાસજી બાપુ અને કથાકાર શ્રી પ્રિયાંશુજી મહારાજ સહીત સંતો અને મોટી સંખ્યા માં ભક્તો જોડાયા હતા ભજન કીર્તન સાથે નીકળેલી પોથી યાત્રા વિવિધ વિસ્તારો માં ફરી રામકુંડ કથા સ્થળે પહોંચી હતી બાદ વક્તા શ્રી બાલ સંત શ્રી પ્રિયાંશુજી મહારાજે કથા નો પ્રારંભ કર્યો હતો નવ દિવસ ચાલનારી કથા માં દરેક દિવસે અલગ અલગ પ્રસન્ગો ની ઉજવણી કરવામાં આવશે ,તથા તા 23 મી માર્ચ ના રોજ સૂરીલી સંત વાણી અંતર્ગત લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે ,