
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
ઇનર વ્હીલ ક્લબ અંકલેશ્વર દ્વારા જીઆઇડીસી માં બે સ્થળે બ્રાન્ડિગ બેનર લગાવ્યા હતા સાથે શહેર માં આવેલ શૈશવ સ્કૂલ ખાતે ફિજીયોથેરાપી એક્સસાઈઝ ચેર નું વિતરણ કરવામાં આવ્યું હતું


ઇનર વ્હીલ ક્લબ મહિલા સશક્તિકરણ માટે ના કર્યો કરી રહી છે ,ઇનર વ્હીલ ક્લબ મહિલા ની સંસ્થા છે ત્યારે ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા બ્રાન્ડિગ બેનર લગાવ્યા હતા ,ઇનર વ્હીલ ક્લબ ના ડીસ્ટ્રીકટ ચેરમેન ક્ષિપ્રાબેન ચક્રવાતી ,અને અંકલેશ્વર ઇનર વ્હીલ ના પ્રેસિડેન્ટ દક્ષાબેન વિઠલાણી ની અહેવાની હેઠળ જીઆઇડીસી વિસ્તાર માં પશુપતિ નાથ મંદિર સામે તેમજ ચાણક્ય સ્કૂલ સામે પણ બ્રાન્ડિંગ બેનર લગાવ્યા હતા સાથે અંકલેશ્વર શહેર માં આવેલ શૈશવ સ્કૂલ માં ફિજીયોથેરાપી એક્સસાઈઝ ચેર નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસન્ગે ઇનર વ્હીલ ક્લબ અંકલેશ્વર ના સેક્રેટરી કૈલાશબેન ગજેરા સહીત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા