અંકલેશ્વર ની જયાબેન મોદી હોસ્પીટલમાં માંડવીના બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ ખાતે માંડવી ના 42 વર્ષીય બ્રેઈન ડેડ વ્યક્તિનું અંગદાન કરવામાં આવ્યું હતું.લીવર, કિડની, લંગ્સ તેમજ કોર્નિયા નું દાન કરાયું હતું. અંગદાન બાદ અંગો ના ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ ની ઝાયડસ હોસ્પિટલ તેમજ હૈદરાબાદ ની કે.આઈ.એમ.એસ. હોસ્પિટલ ની ટીમ ઉપસ્થિત રહી હતી. પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. તેઓના અંગદાન થકી 3થી 4 લોકોને નવું જીવન મળી રહેશે.

સુરત જિલ્લાના માંડવી ગામના 42 વર્ષીય સ્વર્ગીય . જયેશ પ્રજાપતિ પોતે મિકેનિક ગેરેજ ચલાવતા હતા.સાથે સામાજીક કાર્યો સાથે સંકળાયેલા છે તેઓ દેવમોગરા માતાજીના દર્શન માટે ગયા હતા, જ્યાં ડુંગર પરથી અચાનક પડી જતાં તેમને માથાના અંદરના ભાગે ગંભીર ઈજા થઈ હતી, ત્યારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે ડેડીયાપાડા સી.એચ.સી. સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓને વધુ સારવારની જરૂરિયાતના પગલે ડોક્ટરની સલાહ મુજબ ગંભીર પરિસ્થિતિમાં અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલના ઈમરજન્સી વિભાગ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે ડોક્ટર દ્વારા તપાસ કરતાં માલૂમ પડ્યું કે, તેઓનું બ્રેઇન ડેડ થયેલું છે. તા. 22 માર્ચ બપોરે 1 કલાકે હોસ્પિટલ દ્વારા ડોનેટ લાઈફ સંસ્થાને જાણ કરવામાં આવી હતી. તેઓએ તેમજ હોસ્પિટલના ન્યૂરો સર્જન ડો. જયપાલસિંહ ગોહિલ તેમજ આઇ.સી.યુ.ના ડોક્ટરોની ટીમ દ્વારા સ્વર્ગીય જયેશ પ્રજાપતિ ના કુટુંબીજનો સાથે કાઉન્સિલિંગ કરી અંગદાન માટે તૈયાર કરવામાં આવ્યા. અંગદાનથી અન્ય 3-4 લોકોને નવું જીવન દાન આપી શકાય છે, ત્યારે સ્વર્ગીય . જયેશ ના અંગદાનમાં લીવર, કિડની, લંગ્સ તેમજ કોર્નિયાનું દાન આપવામાં આવ્યું છે. અંગદાન બાદ અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ તેમજ હૈદરાબાદની કે.આઈ.એમ.એસ. હોસ્પિટલની ટીમ અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ ખાતે ઉપસ્થિત રહી હતી. આ નવીનતમ ઘટનાને હોસ્પિટલના . મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આત્મી ડેલિવાલા ના માર્ગદર્શન તેમજ દેખરેખ હેઠળ અંગદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ દ્વારા સ્વર્ગીય . જયેશભાઈ ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરી પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી તો તિરંગો લહેરાવી સ્વ.જયેશભાઇ પ્રજાપતિ ના પરિવાર ના આ મહાદાન ને દેશપ્રેમ ની ભાવના વ્યક્ત કરતા વધાવી લીધી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *