જન સમસ્યાના સ્થળ પર નિકાલના હેતુથી છેવાડાનો એકપણ સાચો લાભાર્થી સરકારની વિવિધ યોજનાઓથી વંચિત નહિ રહે તે માટે ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં સેવા સેતુ 2.1 કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.ત્યારે આજરોજ અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા પ્રાથમિક શાળાના પટાંગણમાં માન. મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સેવા સેતુ 2.1(ગ્રામ્ય)કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં માન.મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સહાય વિતરણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જાતિ પ્રમાણપત્ર,આવકનું પ્રમાણ પત્ર, નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર સહીતની નાગરિકલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી
આ પ્રસંગે માન.મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી છેવાડાનો માનવી લાભોથી વંચિત નહિ રહે અને દરેક સાચા લાભાર્થીઓને કલ્યાણકારી યોજનાનો લાભ મળે તેના ઉપર ભાર મુક્યો હતો
મહાનુભાવોએ સેવા સેતુ કાર્યક્રમના વિવિધ ઉભા કરાયેલા સ્ટોલની મુલાકાત કરી હતી અને માન.મંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રના કેમ્પમાં હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું સાથે જરૂરી માહિતી મેળવી હતી
આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓ,પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.