

શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા તેમજ વધુને વધુ પ્રગતિ કરે તે હેતુથી તારીખ ૨૩.૦૩.૨૦૨૩ ના રોજ વડોદરામાં રહેતાં મોચી સમાજના વિદ્યાર્થી CMA ફાઈનલમાં ભારતમાં ૯ માં સ્થાને આવનાર શ્રી જય ચૌહાણ અને M.S. Univercity માં ભૂમિ સોલંકી MCom માં બે ગોલ્ડમેડલ મેળવનાર બંનેને “મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા” દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. જય ચૌહાણ ના પિતાશ્રી પ્રવીણભાઈ ચોહાણ ને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી જય ચૌહાણ, ભૂમિ સોલંકી અને જય ચૌહાણના પિતાશ્રી પ્રવીણભાઈ ચૌહાણ નું સન્માન સંસ્થાના હેડ ઓફ ટ્રસ્ટી શ્રી ડો. પ્રકાશભાઈ ચોહાણ, પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ચૌહાણ, મહામંત્રી શ્રી રમેશભાઈ મકવાણા, ખજાનચી શ્રી દિલીપભાઈ સોદાગર તેમજ કમિટી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં શૈક્ષણિક ક્ષેત્રે સરસ્વતી સન્માન સમારોહ, ફૂલસ્કેપ ચોપડા વિતરણ, શૈક્ષણિક શિષ્યવૃત્તિ વિતરણ, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ માટે કેરિયર માર્ગદર્શન સેમીનાર, ઓનલાઈન IAS બનવા માટેનું માર્ગદર્શન, નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, ધાર્મિક ક્ષેત્રે સમાજના પુ.સંતોની જન્મજયંતી ઉજવણી, સામાજિક ક્ષેત્રે સમૂહલગ્ન, જીવનસાથી પસંદગી મેળો, યોગા શિબિર, કોરોનાના લોકડાઉન દરમિયાન અનાજ કીટ વિતરણ, શિયાળામાં ગરમ ધાબળા વિતરણ, વૃક્ષારોપણ, પ્રવાસ, આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે સમુહમાં રાષ્ટ્રગાન, સફાઈ સેવકોનું મૂલ્યાંકન, શરદપૂર્ણિમા ઉત્સવ નિમિતે ગરબા હરીફાઈ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન ખુબ સુંદર કરીએ છીએ.