
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
મોડાસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મોડાસાના ટાઉન હોલમાં શહિદો ની શહીદીને યાદ કરી દેશભક્તિના ગીતોનો પ્રોગ્રામ વંદે માતરમ ગાનથી સાંસ્કૃતિક સેલના કન્વીનર હિમાંશુભાઈ ભાવસાર તેમની ટીમ સાથે રજુ કર્યા હતા. તેમજ શહીદોને શહીદીની ઝાંખી સર્વોદય શાળાના બાળકો દ્વારા રજુ કરાઈ આ પ્રોગ્રામમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી જયશ્રીબેન દેસાઈ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા મહામન્ત્રી હામુખભાઈ પટેલ, જગદીશભાઈ ભાવસાર, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, ઉપપ્રમુખ ડો રાકેશ મહેતા, અને આ કાર્યક્રમનું આયોજન કરનાર મોડાસા શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ રણધીરભાઈ ચુડગરે સ્વાગત પ્રવચન કરી મેહમાનો નું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકા કોર્પોરેટર મિત્રો નગરના સૌ કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં પરિવાર સાથે હાજર રહ્યા હતા સર્વોદય શાળાના બાળકોને ઇનામ આપી પ્રોતાહિત કર્યા હતા. આ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન મોડાસા શહેર ભારતીય જનતા પાર્ટી મહામંત્રી તારક પટેલ કિશોર જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.