કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલનો જન્મ દિવસ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા ઉજવાયો

આજરોજ જિલ્લા ભાજપ અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલનો જન્મ દિવસ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા બહુવિધ સેવાકીય પ્રવૃતિઓના માધ્યમથી ઉજવવામાં આવ્યો હતો અને તેમના સ્વસ્થ નિરામય આરોગ્ય અને દિર્ઘાયુ જીવનની મંગલ કામના કરવામાં આવી હતી.

આજરોજ સવારે જિલ્લા ભાજપના હોદેદારો દ્વારા કાર્યકર વૃંદને સાથે રાખીને ભુજ શહેરની વિવિધ આંગણવાડીઓમાં કુપોષિત બાળકોને પોષક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ પ્રમુખે કુપોષિત બાળકોની ચિંતા કરીને રાજયભરમાં આવા બાળકો માટે ચલાવેલા કીટ વિતરણના અભિયાનને અનુસરીને આજરોજ ભુજ ખાતે પણ જિલ્લા ભાજપ પિરવાર દ્વારા બાળકોને આરોગ્ય અને વૃધ્ધિ માટે આવશ્યક પોષક તત્વોથી ભરપૂર દ્રવ્ય સામગ્રીનું વિતરણ કરાયું હતું.

અન્ય એક કાર્યક્રમના ભાગરૂપે ‘એક પહેલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા પ્લાસ્ટીક મુકત ભુજની નેમ વ્યકત કરીને ભુજ શહેરના વાણીયાવાડ અને મહેર અલી ચોક વિસ્તારની દુકાનો અને લારી-ગલ્લા વાળા વ્યાપારી મિત્રો પાસેથી પ્લાસ્ટીક મુકત વ્યાપારના સંકલ્પ લેવડાવીને જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રીના જન્મદિન પ્રસંગે ૨૫૦૦ જેટલી કાપડ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં ૧૦ હજાર જેટલી થેલીઓનું વિતરણ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. આ તમામ કાપડ થેલીઓના દાતા તરીકે જીમ્પેક્ષ ઈમરીશ ઈન્ડીયા પ્રા.લી. રહી હતી.

આ ઉપરાંત ભુજના અંધશાળાના બાળકો તેમજ સેલ્ટર હોમના બાળકોને પણ આ પ્રસંગે ભોજન વિતરીત કરવામાં આવ્યું હતું અને સેવા અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે તાલુકાના માધાપર ખાતે આવેલ નવ ચેતન અંધજન મંડળના છાત્રાલયોમાં બાળકોને અલ્પાહાર અને મીઠાઈનું વિતરણ આ પ્રસંગે કરવામાં આવેલ હતું.

વિવિધ કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, જિલ્લા ભાજપ મહામંત્રી શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ જયંતભાઈ માધાપરીયા, પચાણભાઈ સંજોટ, રાહુલભાઈ ગોર, ખજાનચી દિલીપભાઈ શાહ, જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ તાપશભાઈ શાહ, અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ અશોકભાઈ હાથી, ભુજ શહેર ભાજપ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા, મહામંત્રી જયદિપસિંહ જાડેજા, ભૌમિકભાઈ વચ્છરાજાની, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ ઠકકર સહિત ચુંટાયેલા લોકપ્રતિનિધીઓ, સંગઠનના હોદેદારો, વિવિધ મોરચાના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *