અંકલેશ્વર ની સજ્જન ઇન્ડિયા લી. દ્વારા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ને રૂપિયા 2 કરોડનું અનુદાન આપવામાં આવ્યું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ની સજ્જન ઇન્ડિયા લી. દ્વારા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ને રૂપિયા 2 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ તેમજ કેન્સરની સારવાર માટેના ટેક્નોલોજિકલ વિકાસ માટે અનુદાન આપવામાં આવ્યું હતું.

અંકલેશ્વર સ્થિત સજ્જન ઇન્ડિયા લી. ના સી.એસ.આર.ના ભાગરૂપે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ને રૂ. 2 કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ ૧૯૮૩ થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવી છે. ગયા વર્ષે જે.બી.મોદી કેન્સર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં 1000 દર્દીઓની સારવાર પૂર્ણ કરવામાં આવી છે. મેડિકલ ક્ષેત્રે જો વહેલી તકે વ્યક્તિ નું હેલ્થ ચેકઅપ કરવામાં આવે તો ભવિષ્યમાં ઉભી થનારી મોટી બીમારી કે મને કેન્સર જેવી બીમારી ને ઓળખી અને તેની વહેલી તકે યોગ્ય સારવાર દ્વારા ટાળી શકાય એ માટે જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર ની સુવિધા તેમજ ઓકયુપેશનલ હેલ્થ સેન્ટર નો વિભાગ કાર્યરત છે. વિવિધ કંપનીમાં કામ કરતાં કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ વાર્ષિક અથવા છ મહિને કરવામાં આવે છે જેના લીધે તેની હેલ્થ નું સ્ટેટ્સ કેવું છે તે જાણી શકાય અને તકલીફ હોય તો યોગ્ય સારવાર દ્વારા સુધારી શકાય. આ વાતને ધ્યાનમાં રાખતા આ વિભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ તેમજ કેન્સરની સારવાર માટેના ટેક્નોલોજિકલ વિકાસ માટે સજ્જન ઇન્ડિયા લી. ના સી.એસ.આર. ના ભાગ રૂપે રૂ. 2 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. સજ્જન ઇન્ડિયા લી. તરફથી કંપનીના સી.ઈ.ઓ અનંત નારાયણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાઈડ હેર નીતિન શાહ, સાઈડ એચ આર.હેડ. પ્રવીણ જોશી અને અરુણ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. એ.આઈ.ડી.એસ. ટ્રસ્ટી કમલેશ ઉદાણી, ટ્રસ્ટના જનરલ મેનેજર ડો.નિનાદ ઝાલા તેમજ હોસ્પિટલના ડે.મેડિકલ સુપ્રિટેંડેંટ ડો.આત્મી ડેલિવાલા તરફથી સજ્જન ઇન્ડિયા લી. નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *