ભારત વિકાસ પરિષદ-ગાંધીધામ શાખા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શહીદ દિવસના ઉપલક્ષ્યમાં બલિદાની વીરોને સંગીતમય શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પ્રભુદર્શન સભાગૃહમાં યોજાયો

રિપોર્ટ -જીગર સચ્ચદે
ભારત વિકાસ પરિષદ-ગાંધીધામ શાખા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શહીદ દિવસના ઉપલક્ષ્યમાં બલિદાની વીરોને સંગીતમય શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પ્રભુદર્શન સભાગૃહમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ઓમપ્રકાશ અગ્રવાલ (અમૂલ્ય માઈકા ગ્રુપ), નિવૃત્ત કર્નલ યશવંતસિઘ તેમજ અતિથિ વિશેષ તરીકે નિવૃત્ત સૂબેદાર રમેશ પટેલ, સુદેશ ઝિંગડે (મિશન ફાર્મા) ઉપસ્થિત રહ્યા હતા, જેમને પાઘડી અને મેમેન્ટો દ્વારા સન્માનિત કરાયા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ-પ્રાગટ્ય અને વંદેમાતરમના સામૂહિક ગાનથી કરવામાં આવ્યો હતો. શાખા પ્રમુખ શ્રી સુરેશભાઈ ઠક્કરે સહુને આવકાર્યા હતા. દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ લય અંતાણી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. અતિથિ પરિચય અને આભારવિધિ મંત્રી શ્રી ડૉ. હૃષીકેશ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. સંચાલન રાજુ ઉત્સવે સંભાળ્યું હતું. અંતે રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *