
હાથમાં તલવાર છે
વાણી પર ધાર છે તોય પણ રહીએ છીએ શાંત
કારણકે “શ્રી રામ” નાં સંસ્કાર છે
‼️જય જય શ્રી રામ‼️
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી ધાર્મિક સંસ્કૃતિને લઈને આહવા નગરમા હિન્દુ સંગઠન દ્વારા અવાર નવાર હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર માટે કાર્યક્રમો તેમજ સેવાના કર્યો કરતા આવ્યા છે જેને લઈને આ વર્ષે પણ ગુરુવારના દિવસે શ્રી રામ નવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રભુ શ્રી રામજીની પ્રતિમા સાથે આહવા નગરમાં શોભાયાત્રા સવારે ૧૨ કલાકે આંબાપાડા થી હનુમાન મંદિર મિશનપાડા સુધી કાઢવામાં આવી હતી ત્યાર બાદ હનુમાન મંદિર ક્રાંતિ નગર ખાતે સાંજે ૬ કલાકે થી ૯ વાગ્યા સુધી મહા પ્રસાદી તેમજ રાત્રે ૯ વાગ્યા થી ૧૨ વાગ્યા સુધી ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું આહવા નગરમાં ભગવાન શ્રી રામજીના જન્મદિને સમગ્ર આહવા નગર “જય શ્રી રામ” ના નારા થી ગુંજી ઉઠ્યું