૩૧ માર્ચ ૨૦૨૩, શુક્રવારે ખોરજ ખાતે ૨૦૦૦ બાળકોને એક સાથે સુવર્ણપ્રાશન સંસ્કાર કરાવીને રેકોર્ડ બનાવાશે.
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સંસ્કૃતિ આર્ય ગુરુકુલ-રાજકોટ, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર જિલ્લા પંચાયત તેમજ ગાંધીનગર મહાનગર અને જિલ્લા ભાજપ ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે આગામી એક વર્ષ સુધી દર મહિનાના પુષ્યનક્ષત્રના દિવસે ૬૩ સ્કૂલ અને ૧૧૧ આંગણવાડીના કુલ ૧૭૪ સેન્ટર પર ૧૮૦૦૦ બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન સંસ્કાર કરાવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સુવર્ણપ્રાશન સંસ્કાર પુષ્યનક્ષત્રના દિવસે કરવું ઉત્તમ ગણાય છે.
આ અન્વયે તા. ૩૧ માર્ચ ૨૦૨૩ શુક્રવારના રોજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના ખોરજ મુકામે જે.કે.પટેલ પંચવટી પાર્ટી પ્લોટ ખાતે સવારે ૯.૦૦ કલાકે ૨૦૦૦ બાળકોને એક સાથે સુવર્ણપ્રાશન સંસ્કાર કરાવીને રેકોર્ડ બનાવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુવર્ણભસ્મ, મધ, આમળા, બ્રાહ્મી, વચા, શંખપુષ્પીના ઉપયોગથી મંત્રૌષધિ સુવર્ણપ્રાશન ઔષધ તૈયાર થાય છે જે
૦ થી ૧૨ વર્ષના બાળકોમાં રોગપ્રતિકારકતા વધારે છે, માનસિક અને શારીરિક મજબૂતાઇ આપે છે, શ્રવણશક્તિ ઉત્તમ બનાવવા સહિતના ફાયદા આપે છે.