મોડાસા કોર્ટ દ્વારા કલમ 138 હેઠળ ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી.

ચેકની રકમ પેટે 10 લાખ રૂપિયા 30 દિવસમાં ચૂકવી આપવાનો કોર્ટે કર્યો હુકમ.

અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા મેઘરજ રોડ ઉપર આવેલ પ્રણામી નગર સોસાયટીમાં રહેતા પોલીસ રિટાયર્ડ ફરિયાદી મંગાભાઈ મોતીભાઈ મકવાણાએ પંચમહાલ જિલ્લામાં મિત્રતા અને સગા સંબંધીમાં આરોપી અશોકભાઈ નાનુંસિંહ ભગત નાટાપુર પ્રાથમિક શાળા તા – મોરવા (હડપ) જી – પંચમહાલ માં શિક્ષકની નોકરી કરે છે. અને ફરિયાદી તથા આરોપી એકજ જ્ઞાતિના છે. જેથી નાટાપુર તા- મોરવા (હડપ) જી – પંચમહાલની સીમના ખાતા નંબર 472 જેનો સર્વે નંબર 82/3 ની હે. 3 – 4 – 00 ચો.મી જમીન તથા અન્ય એક ગામની 12 ગૂંઠા જમીન ફરિયાદીને વેચાણ આપવાની વાત કરી હતી. તો ત્યારબાદ ફરિયાદીએ 13 લાખ રોકડા આપી 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સમજૂતી કરાર કર્યો હતો. અને થોડાક સમયમાં રજિસ્ટ્રેશન વેચાણ દસ્તાવેજ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. પરંતુ આરોપી અશોકભાઈ નાનુંસિંહ ભગતએ વેચાણ દસ્તાવેજ કરી આપેલ નહી. અને ખોટા ખોટા વાયદાઓ કરેલા જેથી ફરિયાદી મંગાભાઈ મકવાણાએ વકીલ મારફતે નોટીસ આપી હતી.જેથી આરોપી અશોકભાઈ નાનુંસિંહ ભગતએ 13 લાખનો ચેક આપ્યો હતો. તો એ ચેક અપૂરતા બેલેન્સના કારણે રીટર્ન થયો હતો. જે અંગે ફરિયાદીના ‘વકીલ કનુભાઈ પરમારના’ મારફતે મોડાસાના મે. એડી. જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે અંગેનો કેસ ચાલી જતાં મોડાસા કોર્ટના જજે આરોપી અશોકભાઈ નાનુંસિંહ ભગતને કલમ 138 હેઠળ ના ગુનામાં એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. અને ચેકની રકમના વળતર પેટે રૂપિયા 10 લાખ ફરિયાદીને દિન – 30 માં ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. અને જો આરોપી વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ 4 માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *