અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સુખાવલી ડમ્પીંગ સાઈટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા જી.20 સમીટ અંતર્ગત આંબોલી રોડ ઉપર આવેલ સુખાવલી ડમ્પીંગ સાઈટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં નગર પાલિકા ના પદાધિકારીઓ અને સભ્યો સહીત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ,

જી.20 સમીટ અંતર્ગત વેન ફેમિલી,વન અર્થ, વન ફ્યુચર ,અંતર્ગત સેવ એનર્જી ,રનફોર એન્વાયરમેન્ટ ના સરકાર ના પરિપ્રત્ર મુજબ અંકલેશ્વર નગર પાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ના ભાગ રૂપે આંબોલી રોડ ઉપર આવેલ નગર પાલિકા ની ડમ્પીંગ સાઈટ સુખાવલી ખાતે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું અંદાજિત 200 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા નગર પાલિકા ના ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ ,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ ,કિંજલબેન ચૌહાણ ,વિશાલ ચૌહાણ સહીત પાલિકા ના સભ્યો ,નગર શિક્ષણ સમિતિ ના સભ્યો સહીત પાલિકા ના કર્મચારીઓ એ વૃક્ષારોપણ કર્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *