
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર નગર માં મર્યાદા પુરષોત્તમ ભગવાન રામના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માં આવી હતી . અંકલેશ્વર માં વિશ્વ હિન્દૂ પરિષદ ,બજરંગદળ અને શ્રી રામ ગ્રુપ દ્વારા સાંજ ના અરસામાં સરગમ કોમ્પ્લેક્સ ખાતે થી ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે આરતી ઉતારી ને શોભાયાત્રા ને પ્રયાણ કરાવ્યું હતું.







રામનવમી પર્વ નિમિતે અંકલેશ્વર માં વિશ્વ હિન્દૂ પરિષદ ,બજરંગદળ અને ,શ્રી રામ ગ્રુપ સહીત ની સંસ્થા દ્વારા સાંજ ના અરસામાં ભગવાન શ્રી રામના ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વર ના સરગમ કોમ્પ્લેક્સ ખાતે થી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પ્રભુ શ્રી રામ ની આરતી ઉતારી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા વાજતે ગાજતે ડી જે તાલે નગર ના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઇ હતી શોભાયાત્રા દરમ્યાન અંકલેશ્વર નગર જય શ્રી રામ ના ઘોષ થી ગુંજી ઉઠ્યું અને શોભાયાત્રા નગર માં ફરી રામકુંડ ખાતે પહોંચી પૂર્ણ થઇ હતી શોભા યાત્રા દરમ્યાન નગર ના મુખ્ય માર્ગ ઉપર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ ભાજપ પ્રમુખ નિતેન્દ્ર સિંહ દેવધારા, સહીત સંતો અને વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ તેમજ શ્રી રામ ગ્રુપ ના સભ્યો અને મોટી સંખ્યા માં નગરજનો .જોડાયા હતા