ખોરજ મુકામે જે.કે.પટેલ પંચવટી પાર્ટી પ્લોટ ૨૦૦૦ બાળકોને એક સાથે સુવર્ણપ્રાશન સંસ્કાર કરાવીને કરવામાં આવી

સંસ્કૃતિ આર્ય ગુરુકુલ-રાજકોટ, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર જિલ્લા પંચાયત તેમજ ગાંધીનગર મહાનગર અને જિલ્લા ભાજપ ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે આગામી એક વર્ષ સુધી દર મહિનાના પુષ્યનક્ષત્રના દિવસે ૬૩ સ્કૂલ અને ૧૧૧ આંગણવાડીના કુલ ૧૭૪ સેન્ટર પર ૧૮૦૦૦ બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન સંસ્કાર કરાવવામાં આવનાર છે જેની શરૂઆત આજરોજ ૩૧ માર્ચ ૨૦૨૩ શુક્રવારના પુષ્યનક્ષત્રના દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના ખોરજ મુકામે જે.કે.પટેલ પંચવટી પાર્ટી પ્લોટ ૨૦૦૦ બાળકોને એક સાથે સુવર્ણપ્રાશન સંસ્કાર કરાવીને કરવામાં આવી હતી. એક સાથે આટલી મોટી સંખ્યામાં બાળકોને સુવર્ણપ્રાશન સંસ્કાર કરાવાતા ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’નુ ઇન્ડિયા ખાતે સંચાલન કરતા અધિકારીએ ઉપસ્થિત રહી રેકોર્ડની નોંધણી કરી મકવાણાને સર્ટિફિકેટ એનાયત કર્યું હતું. આ કાર્યક્રમમાં મેયરશ્રી હિતેષભાઈ મકવાણા, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સાબરમતીના ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટના મેહુલભાઈ, શહેર ભાજપ ડોકટર સેલના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *