

કામરેજ તાલુકા કાર્યાલય ખાતે માન. રાજયમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ “લોક સંપર્ક” દરમિયાન અરજદારોની વિવિધ જનપયોગી સમસ્યાઓ-રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી, પારદર્શિતાથી સુખદ ઉકેલ લાવવા તેમજ ત્વરિત નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.