




અમદાવાદ પશ્ચિમ લોકસભાના પ્રભાવશાળી લોકપ્રિય સાંસદશ્રી ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ ૧/૪/૨૦૨૩, શનિવારે બપોરે ૩.૦૦. કલાકે વિશાલા સર્કલથી જુહાપુરા થઈ, સરખેજ ઉજાલા ચોકડી થી એસ. જી. હાઈવે થઈ સનાથલ ચોકડી સુધીના ઓવરબ્રિજ સુધીના રેલવે પુલ બનાવવા માટે લોકસભામા કરેલ રજૂઆત સંદર્ભે ભાવનગર રેલ્વે ડિવિઝનના ડી.આર.એમ અને રેલ્વેના અધિકારીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી પુલ બનાવવા માટે વિસ્તૃત વિગતવાર ચર્ચા કરી હતી.