
GMERS મેડીકલ કોલેજ, ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો COLS પ્રશિક્ષણ કાર્યક્રમ
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આજરોજ GMERS મેડીકલ કોલેજ, ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાજીની વિશેષ ઉપસ્થિતિમાં શહેર ભાજપના કાર્યકર્તાઓને તબીબો દ્વારા કાર્ડિયાક અરેસ્ટની પરિસ્થિતિમાં દર્દીને બચાવવાના પ્રયાસના ભાગરૂપે COLS ( કમપ્રેશન ઓનલી લાઇફ સપોર્ટ)ની ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તબીબોએ ડેમો આપીને કાર્યકર્તાઓને ઇમરજન્સીમાં દર્દીના હૃદયને ધબકતું કરવા માટે COLSની યોગ્ય પદ્ધતિ અંગે જાણકારી આપી હતી અને ઉપસ્થિત સૌએ ડમી ઓબ્જેક્ટને COLS આપીને પ્રશિક્ષણ મેળવ્યું હતું.





આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાજીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ખુબ જ મહત્વનો છે કેમકે યોગ્ય સમયે યોગ્ય પદ્ધતિ સાથે કાર્ડિયાક અરેસ્ટની પરિસ્થિતમાં દર્દીને COLS મળે તો તેનું જીવન બચાવી શકાય છે. શ્રી રૂપાલાએ ભાજપના કાર્યકર્તાઓને જ્યારે પણ તેમની આસપાસ કોઈ દર્દીને તકલીફ જણાય ત્યારે તબીબોના પ્રશિક્ષણ મુજબ મેડીકલ ટીમ પહોંચે ત્યાં સુધી પદ્ધતિસરના COLS મારફત તેના જીવન બચાવનો પ્રયાસ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ફક્ત રાજકીય જ નહી, સામાજીક જવાબદારી નિભાવવા માટે પણ ઓળખાય છે. આ કાર્યક્રમમાં ૧૦૮ માં જવાબદારી નિભાવતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.









આ પ્રશિક્ષણ કાર્યકમમાં શહેર ભાજપ પ્રભારી મોહનભાઈ પટેલ, પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મેયરશ્રી હિતેશ મકવાણા, ડે.મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. આજના આ કાર્યક્રમમાં આયોજનમાં મહાનગર ભાજપ ડોકટર સેલના ડો. હસમુખભાઈ પટેલ, ડો. મિહિરભાઈ પટેલે સક્રિય ભૂમિકા ભજવી હતી.