મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા સાયકલ રેલીનું આયોજન

રિપોર્ટ.. ડેવિડ પટેલ.

ભારતને જી-૨૦ નું અધ્યક્ષ પદ આપવામાં આવેલ છે. દેશના લાખો યુવાનો તેમજ સામાન્ય નાગરીકોને જી-૨૦ સાથે અર્થપુુુર્ણ રીતે જોડાય શકે તે સારૂ મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છેે. જે રેલી મહેસાણા પોલીસ હેડ કવાર્ટર ખાતેથી પ્રસ્થાન કરી માનવઆશ્રમ ચોકડી થઇ મર્ચન્ટ કોલેજ બાસણા ખાતે જનાર છે અને તે રૂટેથી પરત પોલીસ હેડ કવાર્ટર ખાતે આવનાર છે. જે લગભગ ૧૮ કિલોમીટર જેટલો રૂટ છે. જેમાં મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અચલ ત્યાગી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એમ.ચૌહાણ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક શ્રી જે.જી.શેખ સાહેબ તથા સાયકલ એશોસિયેશનના પ્રમુખ ર્ડા.મુકેશભાઇ પટેલ નાઓએ ફલેગ દ્વારા સાયકલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવેલ. આ રેલીમાં કુલ ૨૫૦ જેટલા પોલીસ જવાનો, સાયકલ એસોસિયેશનના સભ્યો તથા બાળકોએ ભાગ લીધેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *