



જામનગર ( ભરત ભોગાયતા)
ક્રિકેટ દર્શકોની ફરમાઇશ ઉપર સીક્સર મારનારા બોલ પણપેવેલીયન ની બહાર જાય તેવા હ્યુજ શોટ મારનાર પ્રથમ અર્જુન એવોર્ડ જીતનારા જામનગરના ક્રિકેટર સલીમ દુરાની નુ નિધન થતા ચાહકોમા શોક છવાયો છે ભારતીય ક્રિકેટ જગત માટે રવિવારે એટલે આજે સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. જામનગરમાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. 88 વર્ષના દિગ્ગજ ખેલાડી સલીમ દુર્રાની કેન્સરથી પીડાતા હતા. દુરાનીને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1960માં અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં જન્મેલા દુરાની કરાચીમાં પણ રહી ચૂક્યા છે. દુર્રાનીએ ભારત માટે કુલ 29 ટેસ્ટ મેચ રમી અને આ સમયગાળા દરમિયાન 1202 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે, ઉપરાંત 75 વિકેટ પણ લીધી હતી. આજે સાંજે 5 વાગ્યે અંતિમ યાત્રા નીકળી ત્યારે ક્રિકેટ રસીકો સહિત ચાહકો અને આગેવાનો મોટી સંખ્યામા જોડાયા હતા