ડાંગ જિલ્લા રોજગાર કચેરી દ્વારા 100 દિવસના લક્ષ્યાંકમા 5 મેળાઓની સામે 12 ભરતી મેળાઓ યોજાયા

રાજ્ય સરકારના રોજગારી ક્ષેત્રે ડાંગમા 407 યુવાનોને સોનેરી અવરસ પુરો પાડવામા આવ્યો

માત્ર 100 દિવસના ટુંકા સમયગાળામા ઉર્જાવાન સરકાર યુવાનો માટે ઉભી કરી રહી છે અદભુત તકો

ગુજરાતનો યુવા પગભર બને તે માટે ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર એ લક્ષ માટે તત્પર છે. સરકારી સેવામા જોડાવા માટે એક જ દિવસમા 2,500થી વધુ કર્મયોગીઓને નિમણુક પત્રો અપાયા છે. રાજ્યના કૌશલ્યવાન યુવાઓ માટે 458 જેટલા ભરતી મેળાઓનુ આયોજન કરવામા આવ્યુ છે. તેમજ આ વર્ષે યુવાનોને રોજગારી મળી રહે તે માટે 8000 ભરતી મેળાઓ યોજવાનુ આયોજન છે. સરકાર દ્વારા યુવા ઉધોગ સાહસિકો માટે અપડેટેડ સ્ટાર્ટઅપ પોર્ટલ લોંચ કર્યુ છે. રાજ્યની ભુપેન્દ્રભાઇની સરકારે યુવાનોના સપનાઓ સાકાર કર્યા છે.

રોજગારી ક્ષેત્રે યુવાઓ માટે રોજગારી પુરી પાડવા અગ્રેસર રહેતી ગુજરાત સરકારે રાજ્યના 10,338 લોકરક્ષક સંવર્ગ, 325 બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર સંવર્ગ અને 1,287 પોલીસ સબ ઇન્સપેક્ટર સંવર્ગના ભરતી પુર્ણ કરી છે. આ વર્ષે વધુ 8,000 યુવાઓની ભરતીનુ આયોજન છે.

જે મુજબ, રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામા સરકારના 100 દિવસના લક્ષ્યાકની સિધ્ધીને પુર્ણ કરવા દરેક વિભાગના અધિકારી, કર્મચારીઓના પરિશ્રમને કારણે લગભગ દરેક વિભાગ દ્વારા તમામ યોજનાઓમા સો ટકા લક્ષ્ય સિદ્ધિ હાંસલ કરી દેવામા આવી છે.

સો દિવસ : સાથ, સહકાર અને સેવાના સૂત્રને ચરિતાર્થ કરતા ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના રોજગાર વિભાગ યુવાનોને રોજગારી આપવા માટે 100 ટકા સિધ્ધી હાંસલ કરી છે

ડાંગ જિલ્લાના રોજગાર વિભાગ દ્વારા 100 દિવસના લક્ષ્યાંકમા સિધ્ધીમા, જિલ્લામા 5 ભરતી મેળાઓ યોજવાનુ લક્ષ્યાંક હતુ જેમા કુલ 12 ભરતી મેળાઓ યોજાયા છે. જ્યારે 400 યુવાનાને પ્લેશમેંટ લક્ષ્યાંક ની સામે કુલ 407 યુવાનોને રોજગારી માટેનુ પ્લેશમેંટ પુરી પાડીને સરકારે 100 સીધ્ધિ હાંસલ કરેલ છે.

ભારતીય લશ્કરી ભરતી પુર્વની તાલીમ મેળવનાર લાભાર્થી ભોયે આશયભાઇ રાજુભાઇ ડાંગ જિલ્લા રોજગાર કચેરીના ભરતી મેળા અંગે પોતાનો અભિપ્રાય આપતા જણાવે છે કે, લશ્કરી ભરતી મેળામા તેઓને શારીરીક ફીટનેસ માટે રિટાયર્ડ આર્મી મેન દ્વારા તાલીમ આપવામા આવી હતી. આ તાલીમ નિવાસી તાલીમ હોવાથી રહેવા જમવાની સુવિધાઓ પુરી પાડવામા આવી હતી. તેમજ લેખીત પરીક્ષાની તૈયારી માટે જરૂરી વિષયોના નિષ્ણાતો દ્વારા વર્ગો લેવામા આવ્યા હતા. જે બદલ તેઓ શ્રમ અને રોજગાર વિભાગનો આભાર વ્યક્ત કરે છે.

આહવા તાલુકાના ગાયગોઠણ ગામના યુવા શ્રી રાહુલભાઇ સુરેશભાઇ પવાર જણાવે છે કે, તેઓને ભરતી મેળામા બરોડાની કંપની દ્વારા રોજગારી પુરી પાડવામા આવી છે. તેઓએ આઇ.ટી.આઇ.મા ફિટરનો અભ્યાસ કર્યો છે. હાલ તેઓને સરકરના ભરતી મેળાથી રોજગારી મળતા તેઓ પગભર થયા છે, અને રોજગારી મેળવી ખુશ છે.

વર્ષ 2023-24ના બજેટથી રાજ્ય સરકારના સાથ, સહકાર અને સેવાના સો દિવસ દરમ્યાન દેશના ભવિષ્ય ઘડતર કરવા રાજ્યના યુવાઓને રોજગારીની સોનેરી અવસર પુરો પાડી રહી છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત 33,000થી વધુ યુવાઓને આર્થીક સહાયતા પુરી પાડવામા આવશે જેનાથી ચોક્કસપણે યુવાઓના જિવન ધોરણમા સુધારો આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *