સુરત મજુરાગેટ પાસે આવેલ કૃષિ મંગલ હોલ ખાતે જુના સિક્કા તથા જુની નોટોનું ભવ્ય પ્રદર્શન યોજાયો

રિપોર્ટ,મયુર પટેલ

દેશભરમાં અનેક પ્રકારના લોકોના શોખ અને ખૂબ જ ઐતિહાસિક જૂનું પૌરાણિક વસ્તુઓનું સંગ્રહનો શોખ રાખતા હોય છે ત્યારે આ પ્રકારના સંગ્રહની વસ્તુઓ જોતા જ મન પ્રફુલિત થતું હોય તે પ્રકારનું દ્રશ્ય નો અનુભૂતિ થતું હોય છે આવા જ પ્રકારનો પ્રદર્શન સુરતમાં યોજાયો હતો,,
આ અંગે જાણવા મળેલ પ્રમાણે સુરત ના મજુરા ગેટ પાસે આવેલ કૃષિ મંગલ હોલ ખાતે ૨૬૦૦ વર્ષ જુના સિક્કાઓનો ઇતિહાસ નો દિવ્ય દર્શન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો,
સુરત શહેરમાં જુના સિક્કા તથા જુની નોટોનું સંગ્રહ કરીને દેશભરમાંથી આશરે 50 જેટલા સ્ટોલ રાખવામાં આવેલા હતા. જેમાં વિદેશમાંથી પણ પોતાનો સ્ટોલ રાખેલા હતા સાથે આ પ્રદર્શનમાં ખૂબ જ જૂના જૂના સિક્કાઓ જે આજે જોવા પણ ન મળે તે પ્રકારના જૂના નોટ પણ આ પ્રદર્શનમાં સામેલ કરવામાં આવેલા હતા,,
ઐતિહાસિક ઘટનાઓ અને દિવ્ય પૌરાણિક એવા આ જ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શનની નો લાભ લીધો હતો,
આ પ્રદર્શન કાર્યક્રમને સફળ બનાવવા અમરોલીમાં રહેતા અક્ષય કંથારીયા સહિત તેમની ટીમે ભારે રહેમત ઉઠાવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *