
ગુજરાત શૈક્ષણિક સાહિત્યિક મંચ દ્વારા સાસણ ગીર ખાતે એવોર્ડ વિતરણ અને પુસ્તક શિક્ષણ ના ધ્રુવ તારકો નું વિમોચન કરવામાં આવશે સંસ્થા ના સંયોજક શ્રી તખું ભાઈ અને શ્યામજી ભાઈ દેસાઈ ના માર્ગ દર્શન હેઠળ આ કાર્યક્રમ બે દિવસ તારીખ 22 અને 23 એપ્રિલ સુધી યોજાવાનો છે.
આ કાર્યક્રમમાં પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર ના હાલ ગાંધી નગર ખાતે નિવાસ સ્થાન ધરાવતા હિન્દી ગુજરાતી કવિ લેખક અનુવાદક વ્યસન મુક્તિ અભિયાન પ્રણેતા અને બાળકો માટે આત્મ વિલોપન નિવારણ કાર્યક્રમ યોજનાર ગાંધી નગર સાહિત્ય સંસ્થાન ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ ને ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે તેઓનું સન્માન શિક્ષકો ની હરોળમાં પૂજ્ય શ્રી રમેશ ભાઈ ઓઝા દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે સન્માન કરવામાં આવેલ છે
ડૉ પટેલ ઓન લાઇન દતિયા અને સાગર મધ્ય પ્રદેશ ની કોલેજો દ્વારા યોજાતા વેબ નારો માં મુખ્ય અતિથિ તરીકે પોતાનું વક્તવ્ય આપી ચૂક્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ માં ચાલતી ડૉ બાબા સાહેબ આંબેડકર ચેર દ્વારા આયોજિત વેબ નાર કાર્યક્રમમાં ચેરમેન શ્રી ના નિમંત્રણ થી ડૉ બાબા સાહેબ આંબેડકર ની કાર્ય પધ્ધતિ વિશે 94 માં મણકા માં પોતાનું પ્રવચન આપી ચૂક્યા છે. તેઓને સન્માન પત્ર અને રૂપિયા બે હજાર નો પુરસ્કાર પણ યુનિવર્સિટી રાજકોટ દ્વારા પ્રદાન કરવામાં આવેલ છે.
ડૉ ગુલાબચંદ પટેલ મહારાષ્ટ્ર ની બાલ રક્ષક પ્રતિષ્ઠાને સંસ્થા સાથે જોડાયેલા છે. ત્થા અમદાવાદ શહેર ના પ્રોફેસર અતુલ ઉનગર ની શિક્ષણ માં સુધારાના કાર્યક્રમમાં સામાજિક પરિવર્તન મોજીલું પરિવાર ના વિચાર અને ચારિત્ર્ય નિર્માણ દિશા તરફ કામ કરતી સંસ્થા સાથે જોડાયેલા છે.
તેઓ પોતાનું મિશન 350 થી વધુ સ્કૂલ કોલેજો માં પહોંચાડવા માં સફળ બન્યા છે તેઓનું લક્ષ્ય વિદ્યાર્થીઓ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી સંસ્કારો સિંચન કરવાનું રહ્યું છે.