આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ

૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ ૧૮ વર્ષ પુર્ણ કરનાર દરેક વ્યક્તિ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવે: જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ. ગઢવી

રિપોર્ટ : બીના પટેલ

આજે તા. ૬/૪/૨૩ નાં રોજ કલેકટર કચેરી આણંદ ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ પ્રેસ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, તા. ૦૧-૦૪-૨૦૨૩ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જે અન્વયે તા.૦૫-૦૪-૨૦૨૩ ના બુધવારથી આગામી તા.૨૦-૦૪-૨૦૩ ના ગુરુવાર સુધી મતદારો હકદાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે.

આ ઉપરાંત તા.૧૬-૦૪-૨૦૨૩ ના રોજ સવારે ૧૦-૦૦ થી સાંજના ૦૫-૦૦ કલાક સુધી આણંદ જિલ્લાના તમામ ૧,૮૧૦ મતદાન મથકો ખાતે ખાસ ઝુંબેશ યોજાશે. જેમાં મતદાન મથકો ખાતે બી.એલ.ઓ હાજર રહેશે. જેમાં મતદારો તરફથી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકશે.

તા. ૨૮-૦૪-૨૦૨૩ સુધીમાં હક્ક-દાવા અને વાંધા અરજીનો નિકાલ કરવામાં આવશે અને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા.૧૦-૦૫-૨૦૨૩ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત જે મતદારો તા.૦૧-૧૦-૨૦૨૩ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા મતદારો પણ નોંધણી ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત voter helpline app, www.nvsp.in અને https://voters.eci.gov.in ઉપર પણ મતદારો પોતાના નામની નોંધણી કરાવી શકશે.

નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નંબર-૬, નામ કમી કરવા માટે ફોર્મ નંબર-૭, નામ, સરનામું, ફોટોગ્રાફ, સંબંધીનું નામ, જન્મ તારીખ, ઉપરાંત રહેઠાણ બદલાયું હોય, જુનાને બદલે નવું એપિક કાર્ડ મેળવવા માટે અને દિવ્યાંજન અંકિત કરવા માટે ફોર્મ નંબર-૮ ભરવાનું રહેશે અને ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવા માટે ફોર્મ નંબર-૬-બી ભરવાનું રહેશે તેમ કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

કલેકટરશ્રીએ તા.૦૧-૦૪-૨૦૨૩ ના રોજ જે મતદારોએ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા આણંદ જિલ્લાના તમામ મતદારો ફોર્મ નંબર-૬ ભરીને પોતાનું નામ મતદારી યાદીમાં નોંધાવે અને લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી છે. વધુ માહિતી માટે આપના વિસ્તારના બુથ લેવલ અધિકારી એટલે કે બી.એલ.ઓ. નો સંપર્ક કરવા અને કચેરી સમય દરમિયાન હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પરથી પણ વધુ જાણકારી મળી શકશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *