બારડોલીમાં ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના જનસેવા અને દેશસેવાના સંકલ્પને ઉજાગર કરવા ‘રંગ રાષ્ટ્રને સંગ’ સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલીની શ્રી એમ.બી. વામદોત હાઈસ્કૂલ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ ઓપન રંગોળી સ્પર્ધામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ બારડોલી વિસ્તારના યુવક-યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધકોએ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક કૌશલ્યના સુંદર રંગો રંગોળીના માધ્યમથી રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લા ભાજપ અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા રંગોળી સ્પર્ધાના વિજેતાઓ તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રોહિત પટેલ, અંકુર દેસાઈ, પૂર્વ જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલ, બારડોલી નગરપાલિકા પ્રમુખ નિલમબેન વ્યાસ, મહિલા મોરચાના રિદ્ધીબેન પટેલ, અવનીબેન નાયક, મીનાક્ષીબેન ચૌધરી, તેન ગામના સરપંચ રીનાબેન ચૌધરી તેજસ વશી , મીડિયા કન્વીનર, સહિત ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *