રાજ્ય સરકારના મંત્રી શ્રી સંજયસિંહ મહિડા ની ઉપસ્થિતિમાં ગાંધીનગર સેક્ટર 3 માં જનસંપર્ક બેઠક યોજાઈ

 

નવરાત્રી ચોક, સેક્ટર 3D ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ તેમજ રાજ્ય સરકારના મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, પ્રદેશ મંત્રી અને મહાનગરના પ્રભારી શ્રી નીરવભાઈ અમીન, શહેર ભાજપા અધ્યક્ષશ્રી ડૉ. આશિષકુમાર દવે, ચુંટણી સહ ઇન્ચાર્જ શ્રી જતીનભાઈ પટેલ, સહિત ભાજપા આગેવાનોની ઉપસ્થિતિમાં સેક્ટર 3ની જનસંપર્ક બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી ભાજપા ઉમેદવારો માટે સમર્થન દર્શાવ્યું હતું.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહેલી વિકાસની રાજનીતિ થી પ્રેરાઈને આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી મહિપતદાન ગઢવી મોટી સંખ્યામાં સાથી કાર્યકર્તાઓ સાથે ભાજપામાં જોડાયા હતા. સૌ આગેવાનો દ્વારા તેમનું ભાજપાનો કેસરિયો ખેસ પહેરાવી હાર્દિક સ્વાગત કરાયું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *