માન.મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના વરદ હસ્તે સિદ્ધપુરમાં ભોજન કેન્દ્રોનો શુભારંભ

રાજ્યમાં શ્રમિકો શુદ્ધ અને પૌષ્ટિક આહાર મેળવી શકે તે માટે રાજય સરકારે દ્રઢ સંકલ્પ કર્યો છે: મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે પાટણ જિલ્લામાં આજરોજ એકસાથે ચાર કડિયાનાકા સિદ્ધપુર, રાધનપુર, હારીજ, ચાણસ્મા  પર ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. સિદ્ધપુરમાં માન. મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત(ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર)ના વરદ્ હસ્તે કરવામાં શ્રમિકો માટે ભોજન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં માત્ર રૂ. ૫/-ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે.

જિલ્લાનાં  સિદ્ધપુર મુકામે દેથલી ચાર રસ્તા પર ભોજન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે તદુપરાંત ઈસ્કોન પ્લાઝા પાસે, હાઈવે રાધનપુર ચોકડી-રાધનપુર, સરદાર ચોક-હારીજ, ચાણસ્મા સરદાર ચોક-ચાણસ્મા ખાતે પણ ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજરોજ જિલ્લાનાં ચાર કડિયાનાકા પર જે ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે તે અંતર્ગત ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ આપવામાં આવશે. સપ્તાહમાં એકવાર સુખડી જેવા મિષ્ટાનનો પણ સમાવેશ કરવામાં આવશે. આજરોજ મંત્રીશ્રીની ઉપસ્થિતીમાં બહોળી સંખ્યામાં શ્રમિકોએ ભોજન ગ્રહણ કર્યું હતુ.

ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત માન. મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોને સંબોધન કરતાં જણાવ્યું હતુ કે, આજનો દિવસ આપણાં સૌ માટે આનંદનો દિવસ છે. આજે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહયું છે. આ વિકાસમાં સહભાગી એવાં આપણાં શ્રમિક ભાઈ-બહેનો માટે સરકારશ્રી હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. આજે આ ભાઈ-બહેનોને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે જિલ્લામાં એકસાથે ચાર જગ્યાએ ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અત્યાર સુધી 1.26 કરોડ કરતાં વધારે ભોજનોનું વિતરણ કરવામાં આવેલ છે. હાલમાં કુલ 119થી વધું જગ્યાઓએ આ યોજના અંતર્ગત પોષણક્ષમ ભોજન આપવામા આવી રહ્યું છે. ભોજન કેન્દ્રો પર ધન્વંતરી રથ મારફતે શ્રમિકોને આરોગ્યની સુવિધાઓ પણ નિઃશુલ્ક રીતે પુરી પાડવામાં આવશે. તેમજ જે શ્રમિકો જે-તે સ્થળ પર કામ કરી રહ્યાં હશે તે સ્થળો પર પણ ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આજરોજ શ્રમિકો માટે ભોજન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે માન.મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતિબેન મકવાણા, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કૃપાબેન, જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, શ્રમ અધિકારીશ્રી મનસ્વીબેન કથિરીયા, તેમજ આગેવાનો અને ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *