





કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
રવિવાર ના રોજ જુનીયર ક્લાર્ક ની સ્પર્ધાત્મક પરીક્ષા ને લઇ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી એ અંકલેશ્વર ના 18 સેન્ટરો ની મુલાકાત લઇ વ્યવસ્થા અંગે ની સમીક્ષા કરી હતી સાથે પોલીસ બંદોબસ્ત અને આરોગ્ય વિભાગ ની ટિમ અને પરીક્ષાર્થીઓ સમયસર સેન્ટરો ઉપર પહોંચે તે માટે એસટી બસ ની વ્યવસ્થા અંગે ની માહિતી મેળવી હતી
,ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા તા 9 એપ્રિલ ના રવિવાર ના રોજ સમગ્ર ગુજરાત જુનિયર ક્લાર્ક ની સ્પર્ધાત્મક લેખિત નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લાના ૩૭ પરીક્ષા કેન્દ્રોના ૩૮૦ વર્ગખંડોમાં યોજાનાર જુનીયર ક્લાર્ક ની પરીક્ષામાં ૧૧૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે.જે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે ત્યારે અંકલેશ્વર માં 18 સેન્ટરો ઉપર ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી એ સ્ટાફ સાથે વ્યવસ્થા અંગેની મુલાકાત લીધી હતી તેમજ 18 સેન્ટર ના પરીક્ષા બ્લોક ની મુલાકાત લઇ સીસીટીવી તેમજ સેન્ટરો ઉપર સીસીટીવી કંટ્રોલ રૂમ ઉપર નિરીક્ષક ની નિમણુંક અંગે ની માહિતી મેળવી હતી સાથે પોલીસ બંદોબસ્ત ,અને આરોગ્ય વિભાગ ની ટીમ તેમજ પરીક્ષાર્થી સેન્ટર ઉપર સમયસર પહોંચી શકે તે માટે એસટી બસ ની વ્યવસ્થા ની પણ સમીક્ષા કરી હતી સાથે સેન્ટરો પાસે 144 ની કલમ નો કડક અમલ કરવાની તાકીદ કરવામાં આવી હતી મુલાકાત સમયે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કિશન વસાવા સહીત ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા