
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
બિહાર પ્રવાસ થી પરત ફરતાં વડોદરા એરપોર્ટ ખાતે પૂજ્ય જૈન સંત ગણિવર્ય રાજેન્દ્રવિજય સુરી મહારાજ નું હિન્દૂ યુવા છાત્રસંઘ ના કાર્યકરો દ્વારા માઁ ભારતી ના જયઘોષ સાથે ફુલહાર તેમજ શાલ ઓઢાડી સ્વાગત કરવા માં આવ્યું. જે પ્રસંગે સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હર્ષુ પંડયા, છાત્રનેતા મહાવીરસિંહ રાજ, મેક્સ ગેહલોત, રિશી દધિચ, તેજસ આહીર, અભિષેક સૂર્યવંશી, રમેશ કુશવાહા તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગે આદિવાસી જૈન સંત રાજેન્દ્રવિજય સુરી મહારાજજી એ જણાવ્યું હતું કે વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. કોઈપણ ક્ષેત્રમાં પછી તે સામાજિક, વ્યાવસાયિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું, આજે સંગઠન દ્વારા કાર્ય થાય છે. સમગ્ર ગુજરાતભર માં આ સંગઠન કૌશલ્યને પુનઃર્જીવિત કરી યુવાનો રાષ્ટ્ર નિર્માણ માટે અગ્રેસર બને. ગામડાં તરફ શહેરીજનો પાછા આવી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં અનેરું મહત્વ ધરાવે છે. યોગ અને આયુર્વેદ ને આજે વિશ્વ સ્વીકારી રહ્યું છે.