અમરોલી સ્વનિર્ભર બી.બી.એ.કોલેજમાં ભુતપૂર્વ વિદ્યાર્થીઆે દ્બારા રી-યુનિયનનું આયોજન

જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ આેફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ આેફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ આેફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ આેફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૦૮-૦૪-૨૦૨૩ના રોજ બી.બી.એ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઆેનું રી-યુનિયનનું આયોજન કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યુ હતુ. મુખ્ય મહેમાન તરીકે જીવન જયોત ટ્રસ્ટ,અમરોલીના પ્રમુખશ્રી ભરતભાઇ શાહ, ઉપ પ્રમુખ શ્રી ભાનુભાઇ શાહ, માનદ્‌ મંત્રી અશ્વિનભાઇ પટેલ તેમજ ટ્રસ્ટી શ્રી ગૌરાંગભાઇ દેસાઇ,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરતના કુલપતિશ્રી ડાર્ૅ. કિશોરસિંહ ચાવડા, કોલેજના આચાર્ય ડાર્ૅ.મુકેશભાઇ ગોયાણી તેમજ કોલેજના તમામ શૈક્ષણિક અને વહિવટી સભ્યો તથા કોલેજના ભૂતપૂર્વ અધ્યાપકો હાજર રહયા હતા. આ આયોજનમાં શૈક્ષણિક વર્ષ્ા ૧૯૯૮ થી ૨૦૨૩ સુધીના વિદ્યાર્થીઆેને આમંત્રીત કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઆે હાજર રહયા હતા. આ કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ સિધ્ધી પ્રાપ્ત કરનાર જેવા કે સરકારી કચેરીમાં ઉચ્ચ હાદૃો, નામાંકિત મોટી કંપનીઆે તથા બેંક ક્ષેત્રમાં ફરજ બજાવતા, પોલીસ ખાતામાં ફરજ બજાવતા, જજ જેવી ઉચ્ચ પદ પર, સ્પર્ધાત્ત્ામક પરીક્ષાઆેમાં અગ્રેસર, શૈક્ષણિક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે, ઉધયોગક્ષેત્રે અગ્રણી વિદ્યાર્થીઆેનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઆેએ રી-યુનિયન કારોબારીની રચના કરી હતી. રી-યુનિયન કારોબારીની રચના કરવાનો મુખ્ય ઉદૃેશ દર મહિને એકવાર અલગ અલગ હેતુ થી ભેગા થવાનુ જેના થકી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઆેને સામજીક,શૈક્ષણિક અને આર્થિક રીતે મદદ કરી શકાય. સમગ્ર કાર્યક્રમ આયોજન કોલેજ આચાર્યશ્રી ડો.મુકેશ આર. ગોયાણી તેમજ બી.બી.એ.ના કો-આેર્ડિનેટર પ્રા.ડાર્ૅ.સ્વાતી મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રા. ડાર્ૅ.નિલેશ પટેલ અને પ્રા. રાકેશ પટેલ તેમજ બી.બી.એ.ના સ્ટાફ સભ્યોના સહકારથી થયુ હતુ. જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા ભૂતપૂર્વ વિદ્યાર્થીઆે દ્ગારા કરવામાં આવ્યુ હતુ. અંતે બધા ભેગા મળી સુરૂચિ ભોજન લઇ કાર્યક્રમનું સમાપન થયુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *