સી.એન.કોઠારી હોમિયોપેથીક કોલેજ દ્વારા વિશ્વ હોમિયોપેથીક દિન ની ઉજવણી કરવામાં આવી

કમલા ન્યુઝ.સમીર શાહ
10 એપ્રિલ 2023 ના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે CNKHMC RC વ્યારા સંલગ્ન કાલિદાસ હોસ્પિટલ દ્વારા સોમવારે સવારે 9.00 થી 12.00 વાગ્યા સુધી કટાસવણ, ખુશાલપુરા અને ઈન્દુ ખાતે વિના મૂલ્યે હોમિયોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કટાસવણ ગામના સરપંચ શ્રી ચેતનભાઈ અરવિંદભાઈ ચૌધરી, ખુશાલપુરા ગામના સરપંચ શ્રીમતી વિભૂતિબેન હિરેનભાઈ ચૌધરી અને ઈન્દુ ગામના સરપંચ શ્રીમતી સુનીતાબેન સંજયભાઈ ગામિત દ્રારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ જોડાયા હતા.
આ કેમ્પમાં હોમિયોપેથિક નિષ્ણાંત દ્વારા સેવા અપાઇ હતી. આ કેમ્પનું સમગ્ર આયોજન કેમ્પ કમિટીના વડા ડો.વૈશાલી ચૌધરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડો. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *