રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતની સૌજન્ય મુલાકાત લેતા રાષ્ટ્રીય કામધેનું આયોગના અધ્યક્ષ ડો . વલ્લભભાઈ કથીરિયા

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતની સૌજન્ય મુલાકાત લેતા રાષ્ટ્રીય કામધેનું આયોગના અધ્યક્ષ ડો . વલ્લભભાઈ કથીરિયા ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતની સૌજન્ય મુલાકાત લઈ રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો . વલ્લભભાઈ કથીરિયાએ ગાયના ગોબરમાંથી બનેલ દીવડાઓ ભેટ આપીને અભિવાદન કર્યું હતું . રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા અધ્યક્ષ ડો . વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ આ વર્ષે ૧૧ કરોડ પરિવારોમાં ગૌમાતાના ગોબરમાંથી બનેલ ૩૩ કરોડ દિવા પ્રગટે તે માટે મંગલાચરણ કરવામાં આવેલ ” કામધેનું દીપાવલી અભિયાન ” અંગેની માહિતી જાણી રાજયપાલશ્રીએ પ્રસન્નતા વ્યકત કરી અભિયાનને સમર્થન આપ્યું હતું . આ અભિયાનથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ” આત્મનિર્ભર ભારત ” , ” વોકલ ફોર લોકલ ” , ગ્રીન ઈન્ડિયા , મેઈક ઈન ઈન્ડિયા સહિતના સ્વપ્નોને સાકાર થવાને વેગ મળશે અને ” ગૌ આધારિત અર્થતંત્ર વ્યવસ્થાઓ દ્વારા સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વનું કલ્યાણ થઈ શકશે .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *