નેત્રંગ નગર મા પરીકમાવાસીઓ તેમજ પદયાત્રાએ જતા ભાવિક ભકતજનો માટે નિ:શુલક રહેવા, જમવાની સુવિધા મળશે.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

નેત્રંગ નગર મા આવતા નમઁદા પરીકમાવાસીઓ, પદયાત્રાએ જતા ભાવિક ભકતજનો માટે નગરમા રહેતા એક રામ ભક્ત થકી નિ:શુલ્ક રહેવા જમવા માટે એક પાકા મકાન ની સુવિધા ઉભી કરાતા ભાવિક ભકતજનોમા આનંદ ની લાગણી ફરીવળી છે.
નેત્રંગ નગર વિસ્તાર માંથી દર વરસે મોટી સંખ્યામા મદય પ્રદેશ તરફથી નમઁદા પરીકમાવાસીઓ આવતા હોય છે. બીજી તરફ સુરત, તાપી જીલ્લા માંથી તેમજ પંથક ના ગ્રામ્ય વિસ્તારો માંથી મોટી સંખ્યા મા પદયાત્રી સંધો ડાકોર, ફાગવેલ, નારેશ્વર, વિગેરે યાત્રા ધામો પર જતા હોય છે. આ યાત્રીજન્નો માટે રાત્રિ દરમિયાન રહેવા  જમવા માટે ની સુવિધા નિ:શુલ્ક મળી રહેતે માટે નગરમા રહેતા પટેલ ભરતભાઈ ઝવેરભાઈએ નેત્રંગ માંડવી રોડ પર સ્વામિનારાયણ મંદિર ની સામે પોતાની જગ્યામા એક હોલનુ નિમાઁણ કરેલ છે. જેમા ભાવિક ભકતજનોને રહેવા જમવાની સુવિધા ઉભી કરવામા આવી છે. જેનુ ઉધધાટન માજી કેબિનેટ મંત્રી અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા ના વારદહસ્તે સંતો મહંતોની હાજરી મા ચૈત્ર વદ ૨ ને તા.૮ એપ્રિલ ૨૦૨૩ ને શનિવાર નારોજ ઉધધાટન કરવામા આવ્યુ જે પ્રસંગે દુધધારા ડેરી ભરૂચ, નમઁદા સુગર ફેકટરી ધારીખેડા ના ચેરમેન, નમઁદા જીલ્લા ભાજપ ના અગ્રણી ધનશયામ પટેલ નેત્રંગ નગર સહિત તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માંથી મોટી સંખ્યા મા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *