વડોદરા કારેલીબાગ ખાતે નવીન કાર્યાલય શ્રી કમલમનું ખાતુમૂહુર્ત યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.

શૈશવ રાવ રાજપીપળા

કાર્યાલયથી કાર્યકરોને જનતાના સેવાકીય કામ કરવાની સરળતા રહે તે માટે કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. – શ્રી સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ વડોદરા કારેલીબાગ ખાતે નવીન કાર્યાલય શ્રી કમલમ નુ ખાતુમૂહુર્ત યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કાર્યપદ્ધતી પ્રમાણે તેમજ પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ સાહેબના સમયથી શરૂ થયેલી તેમજ વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીના નેતૃત્વમાં સતત આગળ વધી રહેલી કાર્યાલય બનાવવાની યોજના ગુજરાતમાં પણ સફળતા પુર્વક આગળ વઘી રહી છે. કાર્યાલયથી કાર્યકરોને જનતાના સેવાકીય કામ કરવાની સરળતા રહે તે માટે કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટુંક સમયમાં બાંધકામનું કાર્ય પુર્ણ કરીને કાર્યકરો અને જનતા માટે સમર્પિત કરવાની યોજના જીલ્લાની ટીમે બનાવી છે. વડોદરા શહેરના કાર્યાલયના નિર્માણ માટે દરેક કાર્યકરને અભિનંદન પાઠવું છું.

આ પ્રેસ કોન્ફરન્સમાં વડોદરા શહેરના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ,પ્રમુખ શ્રી ડૉ.વિજયભાઈ શાહ,ધારસભ્યશ્રીઓ શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી કેયુરભાઈ રોકડીયા શ્રી યોગેશભાઈ પટેલ, ,રાજ્યના માનનીય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ, વડોદરા શહેર મૅયરશ્રી નિલેશસિંહ રાઠોડ, અને વડોદરા શહેર પ્રભારી શ્રીમતિ દર્શનાબેન દેશમુખ, શહેરના મહામંત્રીશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મહિલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી જ્યોતિબેન પંડયા, પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ સહ પ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *