રાજય સરકારના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ’સ્વાગત’ને એપ્રિલમાં ૨૦ વર્ષ પૂર્ણ

ગાંધીનગર જિલ્લામાં એપ્રિલ માસના ચોથા સપ્તાહની ’ સ્વાગત સપ્તાહ’ તરીકે ઉજવણી કરાશે

મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ’ સ્વાગત’ ની શરૂઆત તા. ૨૪મી એપ્રિલ,
૨૦૨૩ના રોજ કરવામાં આવી હતી. આ એપ્રિલમાં કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થાય છે. જે નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં એપ્રિલ માસના ચોથા સપ્તાહને ’ સ્વાગત સપ્તાહ’ તરીકે ઉજવણી કરવામાં આવશે. ગ્રામ્ય સ્તરથી જિલ્લા કક્ષા સુઘી સ્વાગત કાર્યક્રમ અંતર્ગત લોક પ્રશ્નોનાં નિરાકરણ માટે વહીવટી તંત્ર પ્રતિબઘ્ઘ છે. સ્વાગત સપ્તાહની ઉજવણી અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવશે.
રાજય સરકારના લોકાભિમુખ વહીવટથી જિલ્લાના નાગરિકોને મહત્મ લાભ થાય તેવા ઉમદા આશયથી સમગ્ર રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં એપ્રિલ માસના છેલ્લા સપ્તાહને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવામાં આવનાર છે. આ કાર્યક્રમનું સુચારું આયોજન જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
સ્વાગત સપ્તાહની ઉજવણી અંતર્ગત તા. ૧૧ થી ૨૯ એપ્રિલ સુઘી અવેરનેશ કાર્યક્રમ તેમજ ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં તા. ૧૧ થી ૧૭મી એપ્રિલ દરમ્યાન ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ તાલુકાના જિલ્લા પંચાયતની સીટના મોટા ગામમાં યોજવામાં આવશે. ગ્રામ સ્વાગતને સુદ્રઢ કરવા માટે વર્ગ- ૨ કક્ષાના નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવશે. ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં મળેલ અરજીઓનો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરી ઝડપી નિરાકરણ લાવવામાં આવશે.
તા. ૨૪ થી ૨૬મી એપ્રિલ દરમ્યાન જિલ્લાભરમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી, અધિક નિવાસી કલેકટશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની અધ્યક્ષતામાં યોજાશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આવતા અરજદારશ્રીઓને રાજય સરકારની વિવિઘ યોજનાઓની માહિતી આપતા સાહિત્ય- પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે.
તેમજ તા. ૨૭મી એપ્રિલ, ૨૦૨૩ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં તાલુકા સ્વાગતમાં લેવાયેલ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. તાલુકા કક્ષાએ હલ ન થયેલ પ્રશ્નનો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લઇ નિરાકરણ કરવાનું આયોજન પણ હાથ ઘરવામાં આવશે. તેની સાથે જિલ્લા સ્વાગતના પેન્ડિંગ પ્રશ્નોની જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.
તા. ૨૭મી એપ્રિલના રોજ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને રાજય સ્વાગત કાર્યક્રમ યોજાશે. રાજય સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગતમાં સપ્તાહ દરમિયાન થયેલ પ્રશ્નો અને તેના નિકાલ અંગેની સમીક્ષા કરવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *