સુરત ખાતે યોજાયેલ પ્રાકૃતિક Foodexpo 2023 મા ડાંગી ઉત્પાદનોની ધૂમ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

હાલ સુરત ખાતે ગોપીન ગામ મુકામે પ્રાકૃતિક Foodexpo 2023 ચાલી રહ્યો છે. જેના ઉદઘાટક મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી હતા.જેમાં સમગ્ર ગુજરાત તથા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ખેડૂતો દ્વારા પકવેલ પ્રાકૃતિક ઉત્પાદનો નું પ્રદર્શન અને વેચાણ ચાલુ છે. ડાંગ જિલ્લાના પ્રાકૃતિક પેદાશો સુરતી લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જેમાં સ્વાસ્થ્યવર્ધક નાગલી, નાગલીની બનાવટો, વિવિધ પ્રકારના ચોખાઓ અને દાળ સુરતી લોકોને લુભાવી રહ્યા છે. આ foodexpo મેળો 14 એપ્રિલ સુધી ચાલશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *