ડો. બાબા સાહેબ આંબેડકર ની જયંતિ નિમિત્તે અંકલેશ્વર ભાજપ દ્વારા પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્ટેશન પાસે આવેલ બાબા સાહેબ ની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

14મી એપ્રિલના રોજ દેશભરમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે.ન્યાયશાસ્ત્રી,રાજકારણી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના વડા પણ કહેવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે, જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો.સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક જિલ્લા ભાજપ મહામંત્રી વિનોદ પટેલ ,શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ,તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા ,નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા સહીત હોદ્દેદારો ,અને કાર્યકરો એ બાબા સાહેબ ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *