




કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ઓએનજીસી કાર્યાલય ખાતે ડો, બાબા સાહેબ ની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
14મી એપ્રિલના રોજ દેશભરમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે.ન્યાયશાસ્ત્રી,રાજકારણી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક ડો.બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના વડા પણ કહેવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે, જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો.સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ઓએનજીસી કાર્યાલય ખાતે પ્રસ્થાપિત ડોક્ટર બાબા સાહેબ ની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા ,આ પ્રસંગે મેનેજર વિજયકુમાર ગોખલે ,એસેટ સપોર્ટ મેનેજર અંશુ ખરે ,રોહિત પટેલ સહીત ના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહી બાબા સાહેબ ની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા