
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
PC & PNDT Act-1994 અંતર્ગત નારી અદાલત આહવાના અધ્યક્ષ શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને, ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટિની બેઠક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ચેમ્બરમા યોજવામા આવી હતી.
બેઠકમા ડાંગ જિલ્લામા વર્ષ 2022-23 ના સેક્સ રેશિયોમા ઘટાડો થયો હોવા અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિંમાશુ ગામિતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમા જાતિ પરિક્ષણ થતુ હોવાની શક્યતાઓ ઓછી જણાય છે. તેમ છતાય અન્ય જિલ્લામા જઈને, જાતી પરિક્ષણ કરાવનાર વ્યક્તીની માહિતી મેળવી આરોગ્ય વિભાગને જાણ કરવા જણાવ્યુ હતુ. જેથી તેવી વ્યક્તિઓ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય.
જિલ્લામા સેક્સ રેશિયોમા ઘટાડો થવા માટે કુદરતી કારણ પણ હોઇ શકે છે. તેમ જણાવતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ કે, The PC & PNDT Act અંતર્ગત જિલ્લામા સંલગ્ન તમામ સંસ્થાઓની દર માસે માઇક્રોપ્લાન મુજબ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા મુલાકાત લેવાઇ, તથા હોસ્પિટલમા કાર્યરત સોનોગ્રાફી મશીનની ચકાસણી કરી ચકાસણીનુ ફોર્મ સંપૂર્ણપણે ભરી દર માસના અંતે જિલ્લામા જમા કરવામા આવે તે હિતાવહ છે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ વધીની જનમ હોસ્પિટલના નવા રજીસ્ટ્રેશન બાબતે તાલુકા આરોગ્ય અધિકારી ડો.સ્વાતી પવારની વિઝીટ બાદ, તમામ સાધનિક દસ્તાવેજો બરાબર હોઇ, જનમ હોસ્પિટલના PC & PNDT Act-1994 અંતર્ગત રજીસ્ટ્રેશનને તમામ કમિટીના સભ્યો દ્વારા બહાલી આપવામા આવી હતી.
આ બેઠકમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નારી અદાલતના એડવોકેટ શ્રીમતી સુનિતાબેન બાગુલ, આહવા સિવીલ હોસ્પિટલના માઇક્રોલોજીસ્ટ ડો.હેતલ રાઠોડ, IMA ચેરમેનશ્રી ડો.એ.જી.પટેલ, આગાખાન સંસ્થાના શ્રીમતી અંજલી ગામીત, બાળરોગ નિષ્ણાંત શ્રી ડો.દિલિપ ચૌધરી, પ્રોગ્રામ આસિસ્ટન્ટ શ્રી ઉમાકાન્તભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.