ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 22 એપ્રિલ ના રોજ “વિશ્વ પૃથ્વી દિવસ” ની ઉજવણી કરાશે

ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે 22 એપ્રિલ ના રોજ “વિશ્વ પૃથ્વી દિવસ” ની ઉજવણી નુ આયોજન કરવામાં આવશે.

વિશ્વ પૃથ્વી દિવસ ની ઉજવણી નિમિત્તે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરના મુલાકાતીઓ તથા વિધ્યાર્થીઓ માટે પ્લાન્ટેશનનુ આયોજન કરવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર ના ગાર્ડનમાં ‘વિશ્વ પૃથ્વી દિવસ’ ની ઉજવણી નિમિત્તે વિધ્યાર્થીઓ દ્વારા પ્લાન્ટેશન કરવામાં આવશે તથા વિશ્વ પૃથ્વી દિવસ અને ‘ ગો ગ્રીન – ઈમ્પોર્ટન્સ ઓફ કોમન પ્લાન્ટ ‘ પર એક લેક્ચર નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે મુલાકાતીઓ તથા વિધ્યાર્થીઓને રિજિયોનલ સાયન્સ સેન્ટર ના ઓડિટોરિયમમાં ‘અર્થ ઇવોલ્યુશન’ પર એક ડોક્યુમેન્ટરી બતાવવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ . ગિરિશ ગૌસ્વામી ની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *