ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી ધ્વજારોપણ કર્યું

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે છે. ગૃહરાજ્ય મંત્રીશ્રીએ આજે સવારે સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. તેમણે રેન્જ આઈ. જી. શ્રી મયંકસિંહ ચાવડા તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાથે વિધિવત રીતે ધજા પૂજા કરી સોમનાથ મહાદેવના આશિષ મેળવ્યા હતા. મહાપુજા બાદ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ધજા સાથે મંદિર પ્રદક્ષિણા કરી સ્કૂલ પોલીસ કેડેટના બાળકો સાથે ધજા ચડાવી હતી અને શિખર પર ધજાના દર્શન કર્યા હતા. તેમની સાથે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજા, નગરપાલિકા પ્રમુખશ્રી પિયુષભાઈ ફોફંડી, અગ્રણી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, શ્રી મહેન્દ્રભાઈ પિઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *