જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારામા સમર કેમ્પનુ આયોજન કરાયુ

કમલમ ન્યુઝ. સમીર શાહ.

તાપી જિલ્લાની નામાંકીત શાળા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારા કે જે ઉચ્ચ પરિણામ સાથે વિદ્યાર્થીઓની સુશુપ્ત શક્તિઓને ખીલવીને ભાર વિનાનુ શ્રેષ્ઠ ભણતર પુરુ પાડે છે ઉપરાંત અભ્યાસની સાથે સહઅભ્યાસિક પ્રવૃતિઓ અને કોઇપણ તહેવાર કે કાર્યક્રમ ની ઉજવણી પણ એટલી જ ધામધૂમપુર્વક કરાય છે ઉપરાંત વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામા આવે છે.

શાળામા વિદ્યાર્થીઓને દરેક તહેવારોની ઉજવણી કરાવવામા આવે છે તે જ રીતે આજ રોજ સમરકેમ્પના આયોજનની શરુઆત પણ શાળાના નાના બાળકોને કરાવતા સૌ આનંદિત થઇ ગયા હતા .ગીત -સંગીત અને ડાન્સ સાથે વિવિધ કાર્યક્રમ ઉજવાતા સૌ બાળકોએ ખુબ આનંદ ઉઠાવ્યો હતો .

સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા કરવા આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *