અંકલેશ્વર ખાતે વિવિધ રાજ્યો ના જૈન સમાજ ના વર્ષીતપ તપસ્વી ના પારણા મહોત્સવ યોજાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર જીઆઇડીસી માં ઉમેશ વાટિકા ખાતે વિવિધ રાજ્યો ના જૈન સમાજ ના વર્ષીતપ તપસ્વી ના પારણા મહોત્સવ યોજાયો હતો.આ અક્ષય તૃતીયા વર્ષીતપના પારણા મહોત્સવ માં વિવિધ રાજ્યો માંથી આવેલા 300 થી વધુ વર્ષીતપ તપસ્વી એ જૈન મુનિ ના સાનિધ્ય માં પારણા કર્યા હતા.

અંકલેશ્વર જૈન મહાસંધ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ અંકલેશ્વર અને અંકલેશ્વર ના ધોકા પરિવાર ના ઉપક્રમે અંકલેશ્વર જીઆઇડીસી માં ઉમેશ વાટિકા માં અક્ષય તૃતીયા વર્ષીતપના પારણા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જે પારણા મહોત્સવ માં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહીત ના રાજ્યો માંથી. 365 દિવસ એટલે આખું વર્ષ તપ કરનાર 300 જેટલા વર્ષીતપ તપસ્વી ઉપસ્થિત રહયા હતા. જેમને આચાર્ય ઉમેશ મુનિજી .અને જીતેન્દ્ર મુનિજી ના સાનિધ્ય માં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષીતપ પારણા પૂર્ણ થયા બાદ ગૌતમ પ્રસાદી રૂપે ભોજ યોજવામાં આવ્યો હતો .ત્યારે સમાજ ના આ મહાપર્વ માં અંકલેશ્વર સહીત ભરૂચ જિલ્લા અને રાજ્યભરમાંથી આમંત્રિત જૈન બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. જૈન સમાજ ના સૌથી કઠોર તપ પૈકી એક એવા વર્ષી તપ કરનાર તપસ્વી ની સમાજ દ્વારા આ પ્રસંગે વિશેષ સેવા કરાઈ હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *