
કમલમ ન્યુઝ. સમીર શાહ.
તા. 25-04-2023, મંગળવાર ના રોજ રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટ, રોટરી ક્લબ ઓફ વ્યારા, જિલ્લા પંચાયત, તાપી – આરોગ્ય વિભાગ તથા રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ , નવસારી ના સંયુક્ત ઉપક્રમે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, બુહારી,તા. વાલોડ ખાતે મફત આંખની તપાસ અને નિદાન કેમ્પનું આયોજન સવારે 10.00 થી 1.00 કલાક દરમ્યાન કરવામાં આવ્યું હતું. કેમ્પના ઉદઘાટન કાર્યક્રમમાં જિલ્લા પંચાયત તાપીના સભ્ય શ્રીમતી તૃપ્તિબેન,બુહારીના સરપંચ શ્રીમતી વનિતા બેન તેમજ બુહારીના ભાજપા અગ્રણી અને તાપી જિલ્લા કિસાન મોર્ચાના અધ્યક્ષ ઉદયભાઈ દેસાઈ ઉપસ્થીત રહ્યા હતા. ઉદયભાઈએ બુહારીમાં કેમ્પનું આયોજન કરવા બદલ રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ વ્યારાનો આભાર વ્યક્ત કર્યો. પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, બુહારીના મેડીકલ ઓફિસર ડૉ. તરલીકા ચૌધરીએ આ પ્રસંગે ઉપસ્થીત મહેમાનોનુ ફુલોથી સ્વાગત ફર્યું. રોટરી વ્યારા ટ્રસ્ટના ઉપપ્રમુખ નિલેશ સોનીએ કેમ્પ વિશે માહિતી આપી અને ગ્રામજનોનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહેવા બદલ આભાર માન્યો. વ્યારા તાલુકા આરોગ્ય અધિકારી – ડૉ. પ્રણય પટેલ તથા વાલોડ તાલુકા આરોગ્ય અધિકારી – ડૉ. ચિરાગ પટેલ તથા વાલોડ તાલુકા આરોગ્ય સુપરવાઈઝર અનિલ પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. સમગ્ર વાલોડ તાલુકાની આરોગ્ય ટીમ – RBSK ના ડૉ. અમીત ચૌધરી, ડૉ. અનુજા ચૌધરી, ડૉ. યુગ, ડૉ. મોહીની પરમાર તથા વાલોડ તાલુકાની આશા વર્કર બહેનો, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, બુહારી અને સબ સેન્ટર સ્ટાફના સભ્યો આંખના દર્દીઓને સાથે લાવીને હાજર રહ્યા હતા. રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ, નવસારીના ડૉ. સમિધા અગ્રવાલ તથા તેમની ટીમે હાજર રહેલ લાભાર્થીઓને યોગ્ય તપાસ કરી માર્ગદર્શન આપ્યું હતું.
આ કેમ્પમાં વાલોડ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત ગામડાના ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી લાભ લીધો હતો. 292 દર્દીઓને હાજર રહેલા નિષ્ણાંત તબીબ દ્વારા આંખોની તપાસ કરાવવામાં હતી. તે પૈકી 148 દર્દીઓને નજીકના આંખોના ચશ્મા પણ આપવામાં આવ્યાં હતાં. તેમજ 61 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે નિદાન કરાયું હતુ. આ મહિનાની તા. 28-4-23 તેમજ તા. 1-5-2023 ના રોજ દર્દીઓના જરૂરી ઓપરેશન માટે તારીખો ફાળવવામાં આવી છે. ઉપરોક્ત તારીખોએ નવસારી સ્થિત રોટરી આઈ ઈન્સ્ટીટયુટના ખાસ વાહનમાં ઓપરેશનવાળા દર્દીઓને એમના એક સ્વજન સહિત નવસારી લઈ જવાની અને ઓપરેશન થયા બાદ એમને બુહારી ખાતે પરત મૂકી આપવાની જવાબદારી રોટરી ક્લબે સ્વીકારી. દર્દી તથા એમના સ્વજનને મફત રહેવા તથા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આજનો મફત આંખની તપાસ અને નિદાન કેમ્પ ખુબજ સફળ રહ્યો. કેમ્પને સફળ બનાવવા ત્રણે સંસ્થાની ટીમ – (1) રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ, નવસારી (2) પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, બુહારી તથા (3) જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની RBSK ટીમે ખૂબ જ જહેમત ઉઠવી હતી. ત્રણે સંસ્થાના ઉપસ્થિત નિષ્ણાંતો તેમજ કાર્યકરો પ્રતી રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ વ્યારાના હોદેદારો આભાર વ્યક્ત કરે છે. આજના કેમ્પને સફળ બનાવવા રોટરી ક્લબ વ્યારાના સભ્યો પૈકી પ્રોજેક્ટ ચેર અમીત પટેલ, રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સમીર વાણી, રોટરી ક્લબના પ્રમુખ અનિતા દેસાઈ, મંત્રી રીનલ ગાંધી, વંદના વાણી, નીતા પારેખ, રચના પટેલ, રાજેશ શેઠ, નિલેશ સોની તથા ગૌરાંગ દેસાઈ હાજર રહ્યા હતા. દરેક રોટેરીયન મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર !